જે.કૃષ્ણમૂર્તિના તેમની શાળાઓને પત્રો
₹350.00
જે.કૃષ્ણમૂર્તિના તેમની શાળાઓને લખેલા પત્રોના આ નવા સંગ્રહમાં ભાગ ૧ (૧૯૮૧) અને ભાગ ૨ (૧૯૮૫)માં મૂળે પ્રકાશિત થયેલા પત્રો તથા અગાઉના વર્ષોના અપ્રકાશિત એવા 17 પત્રો સંકલિત કરવામાં આવ્યો છે.
આ પત્રોમાં, ફક્ત પદવીને જ મહત્વ ન આપતાં, વિદ્યાર્થીઓનો પરિપૂર્ણ વિકાસ સાધીને, તેમને માનવીય જીવનની મૌલિકતા અને પ્રતિષ્ઠા બાબતે જાગૃત કરવામાં,ફક્ત ઐહિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત ન કરી, તેના કરતાં વધારે મહત્વની બાબતોની તપાસ કરવામાં અને વૈશ્વિક સમાજના નિર્માણ માટે તેમને તૈયાર કરવામાં શિક્ષણ-પદ્ધતિને મળેલી નિષ્ફ્ળતા તરફ કૃષ્ણમૂર્તિ આપણું ધ્યાન દોરે છે. આ પત્રો વાંચવાથી વાલીઓ, શિક્ષકો, શિક્ષણશાસ્ત્રના અભ્યાસકો તથા શિક્ષણ ઉપર જેમને શ્રદ્ધા છે તેવા અન્ય લોકોની સભાનતા પણ સમૃદ્ધ થશે.
મૂળ અંગ્રેજી શીર્ષક : The Whole movement of Life is learning (Letter to the Schools – I & II)
અનુવાદક: બાલકૃષ્ણ વૈદ્ય,તૃપ્તિ નીસર| પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | પૃષ્ઠો : 242
અન્ય ભાષામાંની આવૃત્તિ: મરાઠી,હિંદી, કન્નડ, ઓરિયા


