અવતરણો

  •   
  • સંબંધ
  • પ્રતિરૂપ બનાવવું
  • તમે અને સમાજ
  • ભાગલા
  • સંઘર્ષ
  • હિંસા
  • ધાર્મિક મન
  • ધ્યાન
બે મિત્રોની જેવા....
આપણે બે તો કોઈક સુંદર દિવસે બગીચામાં બેઠેલ મિત્રોની જેવા છીએ, જિંદગીની વાતો કરતાં, આપણી સમસ્યાઓની વાત કરતાં, આપણાં અસ્તિત્વના રહસ્યની ખોજ કરતાં અને આપણને જ ગંભીરતાપૂર્વક પૂછતાં કે જિંદગી કેમ આટલી મોટી સમસ્યા બની ગઈ છે; બૌદ્ધિક રીતે આપણે આટલાં સુરુચિપૂર્ણ હોવા છતાં રોજિંદી જિંદગીમાં આટલી ગરબડ કેમ છે? એ નિરર્થક કેમ બની ગઈ છે? આપણું રોજબરોજનું જીવન આટલું ત્રાસદાયક કેમ બની ગયું છે? આપણે ચર્ચમાં જતાં હોઈએ, કોઈ રાજકીય કે ધાર્મિક નેતાને અનુસરતાં હોઈએ, પણ રોજિંદી જિંદગી તો કોલાહલોથી ભરેલી છે; જો કે પ્રસંગોપાત આપણે આનંદની, સુખની અનુભૂતિ કરતાં હોઈએ પણ હંમેશાં જીવનમાં ઘેરાયેલા વાદળાંનું અંધારું તો છે જ. તમે અને વક્તા મિત્રતાપૂર્વક, સ્નેહપૂર્વક, જત્નાસહિત, કાળજી સાથે આ સંવાદ કરી રહ્યા છો કે ખરેખર એ શક્ય છે કે આપણી રોજિંદી જિંદગીમાં કોઈ પણ સમસ્યા ન ઉદ્ભવે એવું જીવન હોઈ શકે.
વિચારજાલ
સંબંધ એક દર્પણ
સંબંધ એ એક એવું દર્પણ છે જેમાં આપણે જેવા છીએ તેવા આપણી જાતને જોઈ શકીએ, સઘળું જીવન  સંબંધોની ગતિ છે. પૃથ્વી ઉપર એવી કોઈ જીવંત વસ્તુ નથી કે જેનો સંબંધ એક કે બીજા સાથે ન હોય. એકાંતમાં દૂર ચાલ્યો જતો એક સાધુ પણ ભુતકાળ સાથે, અને તેની આસપાસની વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવે છે. સંબંધમાંથી કોઈ છટકબારી નથી. સંબંધના દર્પણમાં આપણે આપણી જાતને જોઈ શકીએ છીએ. આપણે કેવા છીએ, આપણા પ્રત્યાઘાતો, આપણા બદ્ધમતો, આપણા ભયો, નિરાશા, ચિંતાઓ, એકલતા, દુ:ખ, પીડા, શોક વગેરે શોધી શકીએ. આપણે એ પણ શોધી શકીએ કે આપણે પ્રેમ કરીએ છીએ ખરા? કે પછી પ્રેમ જેવી કોઈ વસ્તુ જ નથી? તેથી આપણે સંબંધના પ્રશ્નને તપાસીશું, કારણ કે તે પ્રેમનો પાયો છે.
માપ વિનાનું મન

જીવવું એટલે જોડાવું

સમાજથી દૂર થઇ જવાથી, અળગાં થઇ જવાથી કે પોતાની કલ્પનાના જગતમાં સ્થિર થઇ જવાથી વ્યક્તિની પોતીકી સમજ નથી આવતી.જો તમે અને હું આ બાબતને કાળજીપૂર્વક, બુદ્ધિપૂર્વક સમજવાની કોશિશ કરીએ તો ખ્યાલ આવશે કે આપણે આપણી જાતને સંબંધો થકીજ સમજી શકીએ છીએ, અલગ કે એકલારહીને નહીં. સાવ અટૂલું કોઈ રહી શકતું નથી. જીવવું એટલે જ જોડાવું. સંબધોના દર્પણમાં જ હુંમારી જાતને સમજી શકું એટલે કે મારા વિચારોમાં, ભાવનાઓમાં, કાર્યોમાં મારે ખુબજ સાવધ રહેવું જોઈએ. આ કોઈ અઘરી પ્રક્રિયા નથી કે કોઈ દૈવી-અવતારી કૃત્ય પણ નથી; જેવું નદીઓમાં બનતું હોય છે કે જેમના સ્રોતની ભાગ્યે જજાણ હોય, પાણી જેમ વહેતું થાય તેમ વેગ પકડે ને ઊંડું જાય, તેમ આ મુર્ખ અને અસ્તવ્યસ્ત જગતમાં તમે જો આ પ્રક્રિયામાંથી ડહાપણથી, કાળજીપૂર્વક, ધીરજપૂર્વક, તિરસ્કારરહિત પસાર થઇ શકો તો તમે જોઈ શકશો કે કેટલી ઝડપથી આની શરૂઆત થાય છે, સમયની આવાત જ નથી.
The Collected Works vol VI, pp 37-8

ભાગી છૂટવાના સાધન -સંબંધો
સંબંધોની સાચી મહતા ત્યારે જ છે જયારે તે સ્વ -ઓળખની પ્રક્રિયા બની જાય ; જયારે સંબંધોના માધ્યમે આપણે આપણી જાતને ઓળખી શકીએ . પરંતુ મોટા ભાગના આપણે સહુ સબંધોમાં ખુલ્લા થવા માંગતા નથી . ઊલટું , ખરેખર તો આપણે આપણા અભાવ , આપણી મુશ્કેલીઓ અને આપણી કચાશ ને ઢાંકવા માટે સંબંધોનો ઉપયોગ કરીએ છીએ . એટલે સંબંધો કેવળ એક હિલચાલ કે પ્રક્રિયા બનીને રહી જાય છે . હું નથી માનતો કે તમે એ નોંધ્યું છે કે નહીં કે જ્યાં સુધી એ સ્વયં ની ઓળખની ક્રિયા ન બને , જેમાં તમે તમારી જાતને શોધી શકો તો એ સંબંધો ખુબ પીડાદાયક બની રહે . એ સ્વયં થી ભાગી છૂટવાનું સાધન જ બની રહે
The Collected works vol. V.P. 230, Ojai 17th July 1949 Public talk-2

સંબંધોના માધ્યમે આત્મજ્ઞાન 
આત્મજ્ઞાન કોઈ સૂત્ર અનુસાર નથી મળતું . તમે કોઈ મનોવૈજ્ઞાનિક કે મનોવિશ્લેષક પાસે તમારા વિષે જાણવા જઇ શકો , પણ તે આત્મજ્ઞાન નથી . આત્મજ્ઞાન ત્યારે જ ઉદભવે જયારે સંબંધોમાં આપણે આપણી જાત વિષે સભાન હોઈએ , જે દર્શાવે કે ક્ષણે ક્ષણે આપણે કેવા છીએ . સંબંધો એક દર્પણ જેવા છે જેમાં આપણે સ્વયં ને જેવા છીએ તેવા જોઈ શકીએ . પરંતુ સબંધોમાં આપણે કેવા છીએ તે જોવા માટે મોટા ભાગના લોકો સક્ષમ નથી . કારણ આપણે જે જોઈએ તેની તરત જ નિંદા કરવાનું અથવા તેને ન્યાયી દર્શાવવાનું કામ શરૂ કરી દઈએ છીએ . આપણે ન્યાય કરીએ , મૂલ્યાંકન કરીએ , તુલના કરીએ , તિરસ્કાર કરીએ કે સ્વીકાર કરીએ પરંતુ આપણે ક્યારેય ‘જે છે ’ તેનું નિરીક્ષણ કરી શકતા નથી અને ઘણા બધાને આ બહુ જ અઘરું કાર્ય લાગે છે , તેમ છતાં આ એકમાત્ર વસ્તુ છે જેનાથી આત્મઓળખનો પ્રારંભ થઇ શકે .
The Collected works Vol IX page 137

બહુ દૂર સુધી જવા માટે બહુ નજીકથી શરૂઆત કરવી પડે
અલબત્ત, દૂર સુધી જવા માટે તમારે બહુ નજીકથી શરૂઆત કરવી પડે . પણ નજીકથી શરૂઆત કરવાનું કાર્ય મોટા ભાગના આપણા લોકો માટે અઘરું છે . કારણ આપણે કોણ છીએ તે હકીકતથી ભાગી છૂટવા માંગીએ છીએ . આપણી જાતને સમજ્યા વગર આપણે દૂર જઇ શકતા નથી . આપણે સંબંધોથી સંકળાયેલા છીએ . સબંધો વગરનું કોઈ અસ્તિત્વ જ નથી . એટલે સંબંધો તરત જ હોઈ , એની પેલે પાર જવા માટે સંબંધોની સમજદારી જોઈએ . પણ આપણે જે આપણાથી ખુબ દૂર છે . જેને આપણે ઈશ્વર અથવા સત્ય કહીએ છે . તેની ચકાસણી કરીએ છીએ અને આપણા સબંધોમાં મૂળભૂત ક્રાંતિ કે પરિવર્તન આણીએ છીએ . ઈશ્વર કે સત્ય ભણીની આ દોટ સંપૂર્ણપણે કાલ્પનિક અને અવાસ્તવિક છે . આપણી પાસે કેવળ સંબંધો જ છે અને તેને સમજ્યા વગર આપણે સાય કે ઈશ્વરની પ્રતીતિ કરી શકીશું નહીં . તેથી જ સમાજમાં, સામાજિક માળખામાં સમૂળગું પરિવર્તન આણવા પ્રત્યેક વ્યક્તિએ સબંધોમાં શુદ્ધિ લાવવી જોઈએ . સંબંધોની આ શુદ્ધિ એ વ્યક્તિના રૂપાંતરની , તેની કાયાપલટની શરૂઆત છે .
The Collected works vol VI PP 137


આ ખે પ્રતિરૂપો વચ્ચે સંબંધ છે
તેથી, આપણે ખૂબ સાદો છતાં યે ખૂબ જટિલ એવો પ્રશ્ન પૂછીએ છીએ: જે કે આપણે લાખો વર્ષોથી સાથે રહીએ છીએ, તો યે આપણે મનુષ્યો શા માટે આ સંબંધની સમસ્યાનું નિરાકરણ કરી શક્યાં નથી?’ શું તે વિચાર દ્વારા સંમિલિત રીતે, દરેક વ્યક્તિ વિશે મુકાયેલા પ્રતિરૂપ ને કારણે છે? અને શુ આપણો સંબંધ એ પ્રતિરૂપોના પાયા ઉપર ઊભેલો છે? એવૂ પ્રતિરૂપ, જે પુરુષે તેણીના વિશે અને સ્ત્રીએ પુરુષના વિશે- જે ઊભું કરેલું છે – તેના અધિષ્ઠાન ઉપર શું આપણો સંબંધ – સ્ત્રી પુરુષ સંબંધ – ઊભેલો છે? તેથી આ સંબંધમાં, આપણે એ પ્રતિરૂપો તરીકે એકમેક આથે મળીને જીવીએ છીએ તે એક હકીકત છે. જે તમે તમારી જતનું ખૂબ ગાઢ રીતે નિરિક્ષણ કરો, જે કોઈ નિર્દેશ કરે, તમે તેણીના વિશે પ્રતિરૂપ સર્જ્યુ છે અને તેણીએ તમારા વિશે ચિત્ર-શાબ્દિક ચિત્ર સર્જ્યુ છે. તેથી આ ખે પ્રતિરૂપો વચ્ચે સંબંધ છે. વિચાર વડે આ બન્ને પ્રતિરૂપો સાથેસાથ મુકાયાં છે. અને વિચાર એ પ્રેમ નથી. 
વિચારજાલ 

બે સમાંતર રેખા
આપણે માનવ-માનવ વચ્ચે અને સ્ત્રી-પુરુષ વચ્ચે, બે માનવ વચ્ચેના વાસ્તવિક સંબંધનું નિરીક્ષણ કરી રહ્યા છીએ. પૂછીએ છીએ કે બે માનવ વચ્ચેના સંબંધમાં આટલો બધો સંઘર્ષ, ચિંતા, પીડા શા માટે હોય છે; બે માનવ વચ્ચેનાં સંબંધમાં, તેઓ પરણેલા હોય કે ન હોય, શું તેઓ માનસિક ભૂમિકાએ ખરેખર ક્યારેક મળે છે ખરાં? કદાચ તેઓ શારીરિક ભૂમિકાએ મલતાં હશે, શય્યામાં મળતાં હશે, પરંતુ આંતરિક રિતે, માનસિક રીતે શું તેઓ બે સમાંતર રેખા જેવાં, પોતપોતાની જિંદગીમાં રચ્યાપચ્યાં રહેનારાં, પોતાની મહત્વાકાંક્ષા, પોતાની આપૂર્તિ, પોતાની અભિવ્યક્તિ ઇચ્છનારાં નથી? આમ, બે સમાંતર રેખાની જેમ તેઓ ક્યારેક મળતાં નથી અને તેથી વાસ્તવિક સંબંધની ગૈરહાજરિમાં એ લડાઈ, એ સંઘર્ષ અને એ પીડા હોય છે. તેઓ એમ માને છે અને કહે છે કે તેઓ વચ્ચે સંબંધ છે પરંતુ એ સાચું નથી, એ કથન પ્રામાણિક નથી, કારણ કે દરેક પોતાના વિશે એક પ્રતિકૃતિ (ઇમેજ) ધરાવે છે. એ પ્રતિકૃતિમાં પોતે જેની સાથે રહે છે તે વ્યક્તિ વિશે પોતે ધારેલી પ્રતિકૃતિ મળે છે. વાસ્તવમાં આપણે આપણા માટે બે કે બેથી વધારે પ્રતિકૃતિઓ ધરાવતા હોઈ એ છીએ.
અવધાનની જ્યોત

આખી જિંદગી દરમ્યાન ઘવાવાની પ્રક્રિયા
વ્યથાનો દાખલો લો કે જે પ્રત્યેક માનવી બાલ્યકાળથી સહેતો આવ્યો છે. તમે તમારાં માતા-પિતા દ્વારા ઘવાયા હો છો, માનસિક રીતે ઘવાયા હો છો, વિદ્યાલયામાં, વિશ્વવિદ્યાલયમાં સરખામણી દ્વારા, સ્પર્ધા દ્વારા જેમ કે અમુક વિષયમાં પ્રથમ શ્રેણી મળવી જ જોઈએ એવા તમારા જ કથન દ્વારા ઇત્યાદિ આખી જિંદગી દરમ્યાન આ રીતે ઘવાવાની પ્રક્રિયા સતત ચાલતી જ રહે છે. તમે જાણો છો કે બધા માનવી ગહનપણે ઘવાય છે અને આ વાતથી તેઓ સભાન ન હોય તે તમે જાણો છો, એમાંથી જ જ્ઞાનતંતુને લગતી (ન્યુરોટિક) બધી ક્રિયાઓ ઉદભવે છે તે પણ તમે જાણો છો. આ બધો ચેતનાનો ભાગ છે, થોડો ભાગ પ્રચ્છન્ન (અજાગ્રત) ચેતનાનો અને થોડો ભાગ જાગ્રત સમાનતા-કે તમે ઘવાયા છો એવી ચેતનાનો (ભાગ) છે. હવે શું એ શક્ય છે કે તમે વ્યથિત થાવ જ નહિ? કારણ કે વ્યથિત થયેલ માનવી પોતાની આસપાસ દિવાલ (માનસિક) ચણી લે છે અને વધારે વ્યથા ન પામે એવા હેતુથી બીજા સાથેના સંબધો ઘટાડે છે જે વ્યથિત થવાનાં પરિણામો છે જેમાં ભય અને ક્રમશ: વિયોજન હોય છે. હવે આપણે પૂછીએ છીયે:: શું ભૂતકાળની વ્યથાઓમાંથી મુક્ત થવું તદુપરાંત ફરી વાર ક્યારેચ વ્યથિત ન થવું, ઉદાસિનતા દાખવ્યા વગર કે બેપરવા બન્યા વગર વ્યથિત ન થવું શક્ય છે?
અવધાનની જ્યોત
સમાજ આપણા સંબંધોનું જ પરિણામ છે
તમારી અંદર અને તમારી ચોપાસ આવેલા દુ:ખ અને ગૂંચવાડા તથા તમારી વચ્ચે શો સંબંધ છે? આ ગૂંચવાડો,આ દુ:ખ ખરેખર આપોઆપ તો ઉપસ્થિત થયાં જ નથી. એ કોઈ મૂડીવાદીએ, કોઈ મૂડીવાદીએ, કોઈ સામ્યવાદીએ, કોઈ નિ:શસ્ત્રવાદી મંડળે ઉત્પન્ન કર્યા નથી; આપણા પરસ્પરના સંબંધોમાં જ આપણે એ ઉત્પન્ન કર્યા છે. તમે અંદર જેવા છો એ સ્થિતિ બહાર પ્રકટ થાય છે અને એ આખા જગત સુધી પહોંયે છે. તમારી પરિસ્થિતિ, તમારા વિચારો, તમારી લાગણીઓ, નિત્ય જીવનમાં તમારાં કાર્યો બહાર પ્રગટ થાય છે અને એ મુજબનું જગત રચાય છે. જે તમે અંદરથી દુઃખી, સંદિગ્ધ, અવ્યવસ્થિત હો તો સમાજ અને જગત એનું બાહ્ય સ્વરૂપ બને છે. કારણ કે તમારી અને મારી વચ્ચેનો, મારી અને બીજાની વચ્ચેનો, સંબંધ એ જ સમાજ – સમાજ આપણા સંબંધોનું જ પરિણામ છે – અને આપણા સંબંધો જો સંદિગ્ધ હોય, સ્વલક્ષી હોય, સંકુચિત, મર્યાદિત, રાષ્ટ્ર્વાદી હોય તો આપણે એ બહાર પ્રગટ કરીએ છીએ અને જગતમાં અરાજકતા આણીએ છીએ.
મુક્ત જીવન

તમે અને સમાજ– તમે જે છો તે બાહ્ય વિશ્વ છે

આ ક્ષુબ્ધ અને ઘાતકી જગતમાં આપણામાંથી મોટાં ભાગનાં સુખ અને શાંતિ અનુભવી શકીએ અને દુન્યવી ચીજોની સાથે પણ રહી શકીએ નિજી જિંદગીની એવી રાહકંડારવાની કોશિશ કરીએ છીએ. આપણે એવું વિચારતાં હોઈએ છીએ કે સંઘર્ષની, ખેંચતાણની, દુઃખ અને વેદનાની જેરોજિંદી જિંદગી આપણે જીવી રહ્યાં છીએ ,એ બાહ્ય જગતની વેદના અને મુંઝવણથી અલગ છે. આપણે એવુંજ વિચારીએ છીએ કે ‘વ્યક્તિ’ એટલે કે ‘તમે’ અત્યાચાર, લડાઈ-ઝગડા, અસમાનતા, અન્યાયની દુનિયાથી જુદાં છો અને આ બધું આપણી વ્યક્તિગત જિંદગીથી તદ્દન અલગ છે. જ્યારે તમે જરા વધારે નજીકથી માત્ર તમારી જિંદગીને જનહિ પણ દુનિયાને પણ નિહાળશો તોજ તમને સમજા શેકે તમે, તમારું વિશ્વ, શુંછો - તમારી રોજિંદી જિંદગી, તમારાં વિચારો, તમારી અનુભૂતિ એજ તમારું બાહ્ય વિશ્વ છે.
અમેરિકન વિદ્યાર્થીઓ સાથેના વાર્તાલાપ પૃષ્ઠ૮

સમાજમાં આ મૂલ પરિવર્તન
સમગ્ર માનવજાતમાં, તમારામાં આ મૂલ પરિવર્તન લાવવા માટે, સ્વાભાવિક રીતેજ તમે સમાજના નિયતમા ળખાં અને પ્રકૃતિમાં પરિવર્તન લાવો છો. મને લાગે છે કે એ સ્પષ્ટપણે સમજવું જોઈએ કે મનુષ્યનું મન, તેની તમામ જટિલતા અને આંતરિક ગૂંચવણસાથે, બાહ્ય જગતનો એક ભાગ છે. ‘તમે’ જ વિશ્વ છો અને મૂળભૂત ક્રાંતિ લાવવા માટે, સામ્યવાદી કે સમાજવાદી નહિ પણ એક અલગ પ્રકારની ક્રાંતિ તમારા મનોજગતમાં લાવવા માટે તમે એક સામાજિક ક્રાંતિ કરશો. તેની શરૂઆત, ચોક્કસપણે, બહારથી નહીં પણ અંદરથી જ થવી જોઈએ. કારણ બાહ્ય જગત એ આપણી આંતરિક દુનિયાનું જ પરિણામ છે.
જયારે આપણાં વિચારોમાં ભાવનાઓમાં અને કાર્યમાં આ મૂલ પરિવર્તન આવશે તો દેખીતીરી તેજ સમાજના માળખામાં પરિવર્તન આવશે જ.
અમેરિકન વિદ્યાર્થીઓ સાથેના વાર્તાલાપ પૃષ્ઠ ૮
માણસ–માણસ વચ્ચેના ભાગલા
એ ચોક્સપણે પૂછવું જ જોઈએ કે રુસી, અમેરીકી, અંગ્રેજ, ફ્રેન્ચ, જર્મન વગેરે જેવા ભાગલા કે ભેદભાવ શા માટે? માણસ અને માણસ વચ્ચે, જાતિ અને જાતિ વચ્ચે, સંસ્કૃતિ અને સંસ્કૃતિ વચ્ચે, આદર્શોની એક પરંપરા અને અન્ય પરંપરા વચ્ચે આ ભાગલા કે ભેદભાવ શા માટે છે? શા માટે? આ અલગતા ક્યાં રહેલી છે? માનવીએ આ ધરતીને ‘તમારી’ અને ‘મારી’ વચ્ચે વહેંચી દીધી છે - શા માટે? શું એટલામાટે કે આપણે એક વિશિષ્ટ સંપ્રદાય કે માન્યતા કે શ્રદ્ધામાં સલામતી અને સ્વરક્ષણને ઝંખીએ છીએ? કારણ કે ધર્મે પણ માનવી અને માનવીની વચ્ચે ભેદભાવ પાડ્યા છે, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, યહૂદી અને એમ બધાને એક બીજાની સામે ગોઠવી દીધા છે. રાષ્ટ્રવાદ એ દેશભક્તિના સ્વાંગમાં ખરેખર તો જાતિવાદને ચડાવેલો ઢોળ છે, એમ કહોકે દેશભક્તિનો ઓપ આપવામાં આવેલ જાતિવાદ જ છે. નાની જાતિમાં કે વિશાળ સમુદાયમાં, એકસરખી ભાષા, એકસરખી માન્યતા, એકસરખી રાજકીય અને ધાર્મિક વિચારસરણીની, એકબીજાનાં સાથની ભાવના હોય છે. અને તેથી જ પ્રત્યેક વ્યક્તિ પોતાને સલામત, સુરક્ષિત, સુખી અને સાનુકૂળ અનુભવતી હોય છે; અને આ સલામતી અને સગવડતા કાજેજ આપણે આપણાં જેવાં જ સુખી થવાની, સલામત રહેવાની, સુરક્ષિત રહેવાની ઝંખના ધરાવતાં અન્ય લોકોને મારી નાખવા ઈચ્છીએ છીએ. કોઈ એક સમુદાયની ઓળખબની રહેવાની ભયંકર ઝંખના, કોઈ એક ધ્વજ હેઠળ, કોઈ ધર્મ કે વિધિવિધાન હેઠળ રહેવાની ઝંખના, આપણે ઊંડા મૂળ ધરાવીએ છીએ, આપણે ઘરનગર વગરનાં ભટકતા માનવીઓ નથી આપણને એવી હૈયા ધારણ આપે છે.
કૃષ્ણમૂર્તિ સ્વગત

માનવી એ ધરતીને વહેંચી દીધી છે

આ ‘આપણી’ ધરતી છે, ‘તમારી’ કે ‘મારી ’કે‘ તેની’ નથી. આપણે અહીં રહેવા માટે, એક બીજાને મદદ કરવા માટે સર્જાયેલા છીએ, નહિ કે એકમેકનો નાશ કરવા. આ કોઈ પ્રેમનું પાગલપણું નથી પણ સત્ય હકીકત છે. પણ માણસે સુખની, સલામતીની,સગવડતાની ઝંખનામાં આ ધરતીને વહેં ચીદીધી છે. પણ જ્યાં સુધી સમૂળગું પરિવર્તન નહીં આવે અને જ્યાં સુધી આપણે રાષ્ટ્રીયતા, આદર્શો, ધાર્મિક માન્યતાઓને ભૂંસી અને વૈશ્વિક સૌહા ર્દકેળવી નહીં શકીએ, ત્યાં સુધી આપણે યુદ્ધ કરતાં રહીશું. જો તમે બીજાને ઇજા પહોંચા ડશો, ક્રોધ કે ગુસ્સામાં અથવા યુદ્ધ કહેવા યતેવું હત્યાનું વ્યવસ્થિત આયોજન કરીને બીજાને મારી નાખશો, તો, તમે જ, કે જે એક અલગ વ્યક્તિ નહીં પણ સમગ્ર માનવજાતિના પ્રતિનિધિ છો, તે પોતાનો જ નાશ કરી રહ્યા છો.
કૃષ્ણમૂર્તિ સ્વગત પૃષ્ઠ 60
આપણાં સંબંધોમાંનાં સંઘર્ષનો અંત લાવવો
તો, આપણી પહેલી માંગ એ છે કે આપણાં સંબંધોમાંના સંઘર્ષનો – ઘરમાં, ઑફિસમાં, જીવનના દરેક ક્ષેત્રમાં રહેલા સંઘર્ષનો અંત શક્ય છે કે? આનો અર્થ એવો જરા પણ નથી કે આપણે એકલતામાં ચાલ્યા જઈએ, સાધુ બની જઈએ, કે આપણી જ કોઈ કલ્પના કે તરંગના ખૂણાંમાં જતા રહીએ; એનો અર્થ છે કે ‘સંઘર્ષ’ને સમજવા માટે આ જગતમાં જ રહેવું. કારણકે જ્યાં સુધી કોઈ પણ પ્રકારનો સંઘર્ષ રહેલો હોય, સ્વાભાવિક રીતે જ આપણું મન, હૃદય, મગજ પોતાની ઉચ્ચતમ ક્ષમતાએ કાર્ય ન કરી શકે. ઉચ્ચતમ ક્ષમતાએ ત્યારે જ કાર્ય થઈ શકે જ્યારે કોઈ સંઘર્ષ ન હોય, સંપૂર્ણ સ્પષ્ટતા હોય. અને સ્પષ્ટતા ત્યારે જ હોય, જ્યારે સમગ્ર મન – મગજ કે જે સ્થૂળ અવયવ, તેનાં કોશો; અને માનસ – માં કોઈ વિરોધ ન હોય, જ્યારે કોઈ ઘર્ષણ વિના એ કાર્ય કરી શકતું હોય, અને ત્યારે જ શાંતિ સંભવી શકે.
The Collected Works vol XVI, p 4

સંઘર્ષને સમગ્રતાથી સમજવું

સંઘર્ષના સ્વરૂપને સમજવું એટલે એક વ્યક્તિ તરીકે સંઘર્ષના કોઈ ખાસ કિસ્સાને સમજવું એવું નહીં, પણ માનવી તરીકે સમગ્ર સંઘર્ષ – કે જેમાં રાષ્ટ્રવાદ, જાતિભેદ, મહત્ત્વકાંક્ષા, લાલસા, ઈર્ષ્યા પદ માટેની ઈચ્છા, પ્રતિષ્ઠા, વર્ચસ્વના દરેક ભેદ, પ્રભુત્વ, ભય, અપરાધભાવ, ચિંતા,કે જેમાં એક ચિંતા મૃત્યુની પણ હોય છે, ચિંતન વગેરે – ને સમજવું, એટલે કે સંપૂર્ણ જીવનને સમજવું. અને સંપૂર્ણ જીવનને સમજવા માટે વ્યક્તિએ અલગ અલગ ખંડો-વિભાગોમાં નહીં પણ જીવનના આખાં નકશાને એક સાથે જોતાં અખિલાઈથી જોવું જોઈએ, સાંભળવું જોઈએ. આપણે વિભાજિત થઈને કાર્ય કરીએ છીએ એ નહીં, પણ, આપણે એક એજિંનિયર તરીકે, એક કલાકાર તરીકે, એક વૈજ્ઞાનિક તરીકે, એક વ્યાપારી તરીકે, એક વકીલ તરીકે, એક ભૌતિકશાસ્ત્રવિદ્‌ તરીકે એમ ખંડોમાં વિભાજીત થઈ ગયાં હોઈએ છીએ એ આપણી એક સમસ્યા છે. અને વળી દરેક ખંડિત ભાગ બીજા ભાગ સાથે લડાઈ કરી રહ્યો છે, એનો તિરસ્કાર કરી રહ્યો છે કે ચઢિયાતું અનુભવી રહ્યો છે.
The Collected Works vol XVI, pp 4-5
હિંસાનું ઊંડાણ 
એકબીજાને મારી નાખવા તે જ માત્ર હિંસા નથી. જ્યારે આપણે તીખા શબ્દો વાપરીએ છીએ. જ્યારે આપણે કોઊ મન્યષ્યને ઉતારી પાડવાની ચેષ્ટા કરીએ છીએ. ભયને કારણે આપણે જ્યારે આજ્ઞાપાલન કરીએ છીએ ત્યારે હિંસા જ હોય છે. ઈશ્વરના નામે સમાજ અને દેશના નામે થતી વ્યવસ્થિત કતલ એજ માત્ર હિંસા નથી. હિંસા વધારે સૂક્ષ્મ, વધારે ઉંડી હોય છે અને આપણે હિંસાના મૂળ સુધી તપાસ કરીએ છીએ.
વ્યારે તમે તમારી જાતને એક હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, યુરોપિયન અથવા બીજા કોઊ પણ રિતે ઓળખાવો છો ત્યારે તમે હિંસક બનેલા હો છો. તે શા માટે હિંસક છે તે તમે જાણો છો? કારણ કે એમ કરીને તમે તમારી જાતને બાકીની માનવજાતિથી અલગ પાડો છો. તમે જ્યારે માન્યતાથી, રાષ્ટ્રીયતાથી, રુડિથી તમારી જાતને જુદી પાડો છો ત્યારે તમે હિંસાને ચેતાવો છો. એટલે જે મન્યુષ્ય હિંસાને સમજવા માગે છે તે કોઇ એક દેશનો, કોઇ ધર્મનો, કોઇ એક રાજકીય પક્ષ કે વિભાગિય મંડળનો નથી. માનવકુળની સમગ્ર સમજ્ણ સાથે તેનો સંબંધ છે.
જ્ઞાત વિસર્જન

હિંસાનો સમગ્ર વર્ણપટ 
અહિં અનેક પ્રકારની હિંસા છે. શું આપણે પ્રત્યેક પ્રકારને તપાસીશું કે આપણે હિંસાના સમગ્ર બંધારણને જોઈશું? તેનો કોઈ એક ભાગ નહીં પરંતુ શું આપણે તે હિંસાનો સમગ્ર વર્ણપટ (ભાગ) જોઈશું?
હિંસાનું સ્ત્રોત ‘હુ” છે અહં, સ્વ કે જે પોતાને અનેક રીતે પ્રગટ કરે છે – વિભાજ્નમાં, કાંઇક થવા કે બનવાના પ્રયત્નમાં – કે જે પોતાને ‘હુ’ માં વિભાજિત કરે છે અને ‘હુ’ નહી’ એવા બીજા હિસ્સામાં વિભાજિત કરે છે, અભાન મન અને સભાન મન એવાં વિભાજન કરે છે, આ ‘હુ’ પોતાને પરિવર સાથે ઓળખાવે છે અથવ પરિવાર સાથે નથી વ. વ. એ ત્ળાવમાં ફેંકેલા એક પથ્થર સમાન છે : તરંગો ઉઠતા જ જાય, ફેલાતા જ જાય અને કેન્દ્રમાં ‘હુ’ રહે છે. જ્યાં સુધી બહુ જ સૂક્ષ્મપણે કે સમગ્રપણે કોઈપણ સ્વરુપમાં ‘હુ’ જીવિત હોય ત્યાં સુધી હિંસા હોય જ , રહે જ.
હિંસાને પેલે પાર

અહિંસા એ હકીકત નથી
રાજકીય ક્ષેત્રે, વારંવાર તમારા થઈ ગયેલા નેતાઓએ અહિંસાનો ઉપદેશ આપ્યો છે. અહિંસા એ હકીકત નથી; એ તો એક ખ્યાલ છે, એક સિધ્દાંત છે, શબ્દોનો સમૂહ છે, વાસ્તવિક હકિકત એ છે કે તમે હિંસક છો. તે હકિકત છે તે છે ‘જે છે’. પરંતુ આપણે ‘જે છે’ તે સમજવા સમર્થ નથી અને તેથી આપણે આ અહિંસા તરીકે ઓળખાતી અર્થહીન વાતનું સર્જન કરીએ છીએ. અને તે ‘જે છે’ તે અને ‘જે હોવું જોઈ એ’ તેની વચ્ચે સંઘર્ષ’ ને જન્મ આપે છે. જ્યારે તમે અહિંસાની શોધ પાછળ હો છો ત્યારે એ આખોએ વખત તમે હિંસાનાં બીજ વાવી રહ્યા હો છો. આ બહુ સ્પષ્ટ છે. તો શું, આપણે સાથે મળીને ‘જે છે’ તેને કોઈ આદર્શ ઘડ્યા વગર કે તેમાંથી છટકવાનો રસ્તો શોધ્યા વગર જોઈ શકીએ ખરા, ‘જે છે’ તેને દબાવી વગર કે તેનાથી છટક્યા વગર તે અવલોકી શકિએ ખરા?
અવધાનની જ્યોત

આ દ્વૈતની જરુર જ શી છે?
માણસ અહિંસક બનવાનો પ્રયત્ન કાયમ કરતો રહ્યો છે. આથી જે છે તે હિંસા અને જે હોવું જોઇએ તે. અહિંસા વચ્ચે સંઘર્ષ ઉદભવે છે. આ બન્ને વચ્ચે સંઘર્ષ થાય છે. શક્તિ (ઉર્જા) ના અપવ્યયનું આ જ મુખ્ય કારણ છે. જ્યાં સુધી જે છે તે અને જે હોવુ જોઇ એ : તે આ બન્ને વચ્ચે દ્વૈત હશે. કાંઈક બીજું બનવાનો પ્રયત્ન કરતો માણસ છે, એ સંઘર્ષ કરતો રહેશે ત્યાં સુધી તેનામાં બદલવા માટેની પર્યાપ્ત શક્તિ નહીં હોય. મારે આ દ્વૈતની જરુર જ શી છે? આ અહિંસા જેવા આદર્શ ની શી જરુર છે?
ગરુડનું ઉડ્ડ્યન
ધર્મશીલ મન એટલે શું તે સમજવું
ધર્મશીલ મન જ એવું મન છે કે જે આપણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકશે, વૈજ્ઞાનિક મન ક્યારે પણ નહીં.ધર્મશીલ મન એટલે શું એ તાર્કિક રીતે નહિં પણ ખરેખર સમજવા માટે, આપણે ફક્ત દરેકે દરેક પ્રતીકોની ઊંડી તપાસ અને તે માટેના સવાલો જ ન પૂછવા જોઈએ, પણ, તે દરેકના પડતા પ્રભાવ વિશેના સવાલોમાં પણ ઊંડા ઊતરવું પડશે. આપણે કેટલી સહેલાઈથી દોરવાઈ જઈએ છીએ, કેટલી સહેલાઈથી, એવા વિચાર કે જે ખરેખર તો પ્રચાર છે, તેના ગુલામ બની જઈએ છીએ. કેટલી સહેલાઈથી, આપણી લાગણીઓ કદાચ એક નવી જ છટકબારીમાં ગૂંચવાઈ જાય છે! આપણે ન ફક્ત પ્રતીકોના, સમાજના કે સંસ્કૃતિના, કુટુંબના, નામના, વ્યવસાયના, કાગળોના, પુસ્તકોના, નામાંકિત લોકો કે જે હોશિંયાર હોવા જોઈએ અથવા જે નેતા હોવા જોઈએ, આ બધાંનાં પ્રભાવની સામે કેટલા પામર બની જઈએ છીએ. કેટલી સહેલાઈથી અથવા કેટલી વિનાશક રીતે આપણે ‘આ રીતે વિચારવું’ કે ‘તે રીતે વિચારવું’, અમુક રીતે વર્તવું કે કોઈ ખાસ વ્યવસ્થા કે આદતને અપનાવવું વગેરેના પ્રભાવમાં આવીએ છીએ. દરેક પ્રભાવને પારખી શકવું, દરેક પ્રભાવનું ભાન હોવું અને તે છતાં તેમાં ગૂંચવાઈ ન જવું, તમે વાંચી રહ્યાં હો તે પુસ્તકના પ્રભાવનું ભાન હોવું, કુટુંબના દબાણ અને તેની તાણનું ભાન હોવું, તમે જે સંસ્કૃતિમાં ઉછર્યા છો તેનું ભાન હોવું – એ જ બુદ્ધિમત્તા છે.
મદ્રાસજાહેર સંવાદ૮, ૧૯૬૧

આ જે ધર્મશીલ મન છે, તે ખરેખર તો ક્રાંતિકારી મન હોય છે
આ ક્રાંતિ એ કશાકની પ્રતિક્રિયા રૂપે, જેમ કે મૂડીવાદની પ્રતિક્રિયામાંથી સામ્યવાદ આવે કે જેને ખરેખર ક્રાંતિ ન જ કહેવાય,આવી ન હોય. કોઈપણ પ્રતિક્રિયા ક્યારેપણ ક્રાંતિન હોઈ શકે, અને એટલે જ પ્રતિક્રિયા કોઈ દિવસ પરિવર્તન ન લાવી શકે. એ તો ફક્ત એક ધર્મશીલ મન, એક એવું મન કે જે પોતાના અંતકરણને તપાસે છે, એવું મન કે જે પોતાના અંતકરણ વિશે જાણવાની શરૂઆત એટલે કે જે મનની હિલચાલ વિશે, મનની પ્રવૃત્તિ વિશે સભાન છે, આવું જે મન છે એ જ ખરેખરું ક્રાંતિકારી મન છે. અને ક્રાંતિકારી મન એટલે કે પરિવર્તનશીલ મન એટલે જ ધર્મશીલ મન.

તો, હવે તમે આપણી સમસ્યાને જોઈ શકશો (સમજી શકશો): જો તમે ખરેખર જાગૃત હોતો, સાવ નૂતન બાબતને સમગ્રતાથી,સંપૂર્ણતાથીપ્રતિસાદ આપવો એ વર્તમાન સમયનો અને પ્રતિક્ષણનો પડકાર છે. સંપૂર્ણતાથી પ્રતિસાદ આપવો એટલે સમગ્રતાથી, સમગ્રમનથી, સમગ્ર બુદ્ધિથી, સમગ્ર હૃદયથી, સમગ્ર શરીરથી, બધેબધાંથી, તમારાં સમગ્ર અસ્તિત્વથી; ફક્ત બૌધિક રીતે, કે લાગણી કે ભાવનાશીલ થઈને પ્રતિસાદ આપવો એ નહીં. મને વિચાર થાય છે કે તમે ક્યારેય કોઈ પણ વસ્તુને આ રીતે, સંપૂર્ણતાથી, પ્રતિસાદ આપો છો? તમે જૂઓ કે જ્યારે તમે આ રીતે,સંપૂર્ણતાથી પ્રતિસાદ આપો છો ત્યારે સ્વાર્થી પ્રવૃત્તિઓનો સદંતર અભાવ હોય છે. જ્યારે તમે કશાકને સમગ્રતાથી પ્રત્યુત્તર આપો છો ત્યારે, એ ક્ષણે, વ્યક્તિ, પોતાની દરેક પ્રવૃત્તિઓ સહિત, દરેક ભય સહિત, મહત્ત્વકાંક્ષાઓ સહિત, અદેખાઈ સહિત, ક્રુરતા સહિત, જતી રહે છે. અને એટલે જ તમે સંપૂર્ણતાથી પ્રતિસાદ આપી શકો છો, અને એ ત્યાં જ શક્ય છે જ્યાં સંવેદનશીલતા એટલે કે જીવંતતા હોય.
મદ્રાસ જાહેર સંવાદ ૮, ૧૯૬૧

ધર્મશીલ મન વાળી વ્યક્તિ ક્યારેય વિકાસ કે ઉત્ક્રાંતિના સંદર્ભમાં વિચારતી નથી

એટલે કે, એક ધર્મશીલ મન વાળી વ્યક્તિ કોઈનો સત્તાધિકાર સ્વીકારતી નથી અને એટલે એ અનુકરણ પણ કરતી નથી. તમને દેખાશે કે ધર્મશીલ મન એ કાળની વિભાવનામાં અટવાતું પણ નથી. તે ઉત્ક્રાંતિ, વિકાસ, ક્રમશ:પણાનું વિચાર કરતું નથી. મન પ્રાણીઓમાંથી આવેલું છે, કારણકે મગજનો કેટલોક ભાગ પ્રાણીમાંથી ઉત્ક્રાંતિ પામેલો, વિકાસ પામેલો, પ્રાણીઓમાંથી પ્રેરિત છે, તે અનુભવોનો સંગ્રહે એટલે જ ધર્મશીલ મન કદી પણ વિકાસ કે ઉત્ક્રાંતિની વિભાવનામાં વિચાર કરતું નથી. એ હમેંશ ‘કાળ’ની બહાર જ નીકળી જતું હોય, ‘કાળ’થી નિરપેક્ષ રહીને, ‘કાળ’ની બહાર રહીને જ વિચાર કરતું હોય. તમારા માટે સાવ નવું અને અનપેક્ષિત હશે, પણ મને લાગે છે કે તમે આ સમજી શકશો, કારણકે પરિવર્તન એટલે મને આ જ અભિપ્રેત છે.
બદલનારું મન એ હમેંશ જ્ઞાતથી અજ્ઞાત તરફ ગતિ કરે છે, પણ એક ધર્મશીલ મન હમેંશ પોતાને જ્ઞાતથી મુક્ત કરતું રહે છે, જેથી તે અજ્ઞાતનો અનુભવ લઈ શકે. ‘અજ્ઞાત’ કાળાતીત છે, ‘જ્ઞાત’ એ કાળ-સાપેક્ષ છે. એટલે જ તમે જો એમાં બહું ઊંડા ઊતર્યાં હશો તો તમે જોશો કે ધર્મશીલ મન એ સમયનું ગુલામ નથી. જો તેને જાણ થાય કે તે મહત્વકાંક્ષી છે, કે અદેખું છે, કે ભયભીત છે, તો તે આદર્શ સ્થિતિ વિશે વિચારીને મુલતવી રાખવાનું નહિં વિચારે. તે તરત, તે જ ક્ષણે તેનો અંત લાવશે, અને તેનો અંત એ જ શરૂઆત હશે અસાધારણ, સુક્ષ્મ, સંવેદનશીલ શિસ્તની, કે જે અનિયંત્રિત છે, મુક્ત છે.
મદ્રાસ જાહેર સંવાદ ૮, ૧૯૬૧  
એવું મન કે જે ‘કાળ’થી મુક્ત છે
ધ્યાન કરવા માટે સંપુર્ણ અચલ, સંપુર્ણ સ્થિર મન હોવું જોઈએ. જો મન સ્થિર ન હોય તો તમે સાંભળી શકતાં નથી, શીખી શકતાં નથી. તમે (જ્ઞાનનો) સંચય તો કરી શકો છો, પણ સંચય એ શીખવું નથી. જ્ઞાનનો સંચય એ એક વસ્તુ છે અને શીખવું એ બીજી વસ્તુ છે. શીખવું એ એક સતત ચાલતી પ્રવૃત્તિ છે, જ્યારે જ્ઞાન ‘જે તે કાળ’ની અપેક્ષાએ જ હોય છે, અને ‘જે તે કાળ’માં જ સમાયેલું હોય છે. અને મૃત્યુ(ની કલ્પના)થી મુક્ત હોય એવા સુંદર મન વિશે સ્પષ્ટ સમજ હોવી એટલે જ કોઈ ડર ન હોય એવું મન હોવું, એવું મન કે જે સંપુર્ણ હોય – જે એમાં સમાયેલી બધી જ વિગતોથી રિક્ત થઈ ગયું છે, અને એટલે કે ‘કાળ’થી મુક્ત હોય.
નવી દિલ્હી, સાર્વજનિક પ્રવર્ચન ૩, ૧૯૭૨ 

સાવ અજાણ્યા થવું જરૂરી છે
ધ્યાન એટલે સંસારથી છટકવું એવું નથી; (સંસારથી) જૂદું પડી જવું એવું પણ નથી, પોતાના ફરતે વાડ બાંધી (સંસારથી) અલગ થઈ જવાની પ્રવૃત્તિ પણ નથી,પણ ધ્યાન તો છે સંસાર અને એની યુક્તિ પ્રયુક્તિઓનું આકલન. ખોરાક, કપડાં અને આશ્રય તથા મોજશોખ સાથે જ મોટાં દુ:ખો સિવાય આ સંસારે આપવા જેવું બહુ ઓછું છે. ધ્યાન એ આ સંસારથી પરે થઈને કરાતું ભ્રમણ છે. એ માટે સંસારથી સાવ જ અજાણ્યું થવું પડે. અને તો જ આ સંસારનો કોઈ અર્થ થઈ શકે,અને સ્વર્ગ અને પૃથ્વીની સુંદરતા નિત્ય થાય. તો પછી પ્રેમ એ કોઈ મોજશોખ કે સુખ(ની પ્રવૃત્તિ) ન રહે. આ ધ્યાનમાંથી જ એવી ક્રિયાઓની શરૂઆત થાય કે જે કોઈ માનસિક તણાવ, વિસંગતિ, સ્વ-સિદ્ધિની શોધ કે વર્ચસ્વ વિશેના મિથ્યા ખ્યાલોના પરિણામે ન હોય.

ધ્યાન એટલે અલગ (પૃથક) હોવાનો અંત
આપણે ભાગ્યે જ કૂતરાના ભસવાના અવાજને કે બાળકના પોકારને કે પસાર થનાર વ્યક્તિના હાસ્યને સાંભળીએ છીએ. આપણે દરેક વસ્તુથી આપણને અલગ કરી દઈએ છીએ અને આ જુદાપણાના ભાવથી જ દરેક વસ્તુને જોઈએ અને સાંભળીએ છીએ. આ અલગતાનો ભાવ પણ વિનાશક છે, કારણકે એનાથી જ બધો સંઘર્ષ અને ગૂંચવાડો ઊભો થાય છે. જો તમે ઘંટડીના અવાજને પૂર્ણ શાંતિથી સાંભળો – તો તમે એની ઉપર સવાર થઈ ગયા હશો – કે પછી એ અવાજ તમને ખીણને પેલે પાર અને ટેકરીની ઉપરથી ઊંચકીને લઈ જશે. એની સુંદરતા ત્યારે જ અનુભવી શકાય કે જ્યારે તમે અને તે અલગ ન હો, તમે પણ એનો જ ભાગ હો. ધ્યાન આ અલગપણાના ભાવનો અંત છે, પણ કોઈ મરજી કે ઈચ્છાના પરિણામે નહીં.
ધ્યાન એ જીવનથી અલગ નથી; જીવનનું મૂળ તત્ત્વ છે, દૈનિક જીવનનું વાસ્તવિક સત્ત્વ છે. ઘંટડીના અવાજને સાંભળવો, પોતાની પત્નીની બાજુમાં ચાલતાં ગામડિયાનું હાસ્ય સાંભળવું, સાઈકલ પર પસાર થતી કોઈ નાની છોકરીની ઘંટડીનો અવાજ સાંભળવો: ધ્યાન જેનો ઉઘાડ કરી આપે છે એ અખંડ જીવન છે,જીવનનો કોઈ ખંડિત ટુકડો નહીં.