'મુક્તિ એ ન તો કશાની પ્રતિક્રિયા છે, કે ન એ કોઈ વિકલ્પ. પસંદ કરવાની છૂટ હોવાથી માનવી મુક્ત છે એમ માનવું એ તો ખોટો દાવો છે. મુક્તિ એ તો છે કેવળ નિરીક્ષણ, કોઈ દિશા નિર્દેશ વગર, તેમાં ન તો સજાનો ડર છે કે ન ઈનામની ઈચ્છા. મુક્તિ એટલે કોઈ હેતુ વગર હોવું. મુક્તિ એ માનવીની ઉત્ક્રાંતિની સીમા નથી, એ તો અસ્તિત્વના પહેલાં જ પગલામાં સમાયેલી છે. આપણી રોજિંદી પ્રવૃત્તિ અને અસ્તિત્વની વિકલ્પ રહિત સભાનતામાં જ મુક્તિ રહેલી છે.'

- જે. કૃષ્ણમૂર્તિ