ધ્વનિમુદ્રિત પુસ્તકો

ઇન્ટરનેટના આ નવા જમાનામાં ઘણાં વાચકોને પોતાના મોબાઇલ અને કમ્પ્યુટરનો ઉપયોગ કરીને દૃશ્યશ્રાવ્ય માધ્યમમાં વાંચન, શ્રવણ કરવા તરફ વધારે ઝોક છે. આ વાતને ધ્યાનમાં રાખીને હવે કૃષ્ણમૂર્તિના અનુવાદિત પુસ્તકોની ધ્વનિમુદ્રિત આવૃત્તિઓ (ઑડિયો પુસ્તકો) મોબાઇલ પરના એપ દ્વારા પ્રકાશિત કરવામાં આવી રહી છે. કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન ઇન્ડિયાના મુંબઈ કેન્દ્રે સ્ટોરીટેલ ઇન્ડિયાના સહકારથી આ કાર્યક્રમ હાથમાં લીધો છે.

પહેલા તબક્કામાં ‘જ્ઞાતાપાસૂન મુક્તિ’(Freedom from the Known) અને ‘યા ગોષ્ટીંચા વિચાર કરા’ (Think on These Things) આ બે મરાઠી પુસ્તકોની ધ્વનિમુદ્રિત આવૃત્તિ પ્રકાશિત થઈ છે. આગળના તબક્કામાં હિન્દીમાં અને પછી અન્ય પ્રાદેશિક ભાષાઓમાં આવા ઑડિયો પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આજના સંઘર્ષભરી ગૂંચવણભરી પરિસ્થિતિમાં જીવનનો અર્થ શોધનારી તરુણ પેઢીમાં મનને સ્પર્શતું આ જીવનભાષ્ય હવે આધુનિક માધ્યમમાં મરાઠી શ્રોતા સુધી પહોંચે છે.

આ ઑડિયો પુસ્તકો સ્ટોરીટેલની વેબસાઈટ https://www.storytel.com/in/en/પર મળી શકશે. ત્યાં આ પુસ્તકોના ધ્વનિમુદ્રણના નમૂનાઓ સાંભળવાની સુવિધા પણ આપવામાં આવી છે.