જે. કૃષ્ણમૂર્તિ – સંપૂર્ણ બોધ વેબસાઈટ

જે. કૃષ્ણમૂર્તિ ઑનલાઇન એ ચાર કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનોની એક અનન્ય પહેલ છે, જ્યાંથી જે. કૃષ્ણમૂર્તિનો બોધ વિનામૂલ્યે ઉપલબ્ધ હોય, અને ડાઉનલોડ કરી શકાય અને તે પણ પ્રમાણિતતાની બાયંધરી સાથે.

સંકેતસ્થળ  સાઈટ અનુક્રમણિકા

૧૯૩૩ થી ૧૯૮૬ દરમ્યાન કૃષ્ણમૂર્તિની અનેક પ્રકાશિત કૃતિઓમાંના વિશાળ જથ્થાની તેમ જ સેંકડો ઑડિઓ અને વિડિઓ રેકોર્ડિંગ્ઝના અનુલેખો કે જેનું કુલ કદ ૨૦૦ પુસ્તકો જેટલું છે – તેની પ્રમાણિતતાની બાયંધરી આ સાઈટ આપે છે. આ સાઈટ ઉપરની દરેક સામગ્રીને શોધી શકાય છે.

વિડિઓ અને ઑડિઓનું સંકલન સ્ટ્રીમિન્ગ ફોર્મેટમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ભવિષ્યની યોજનાઓમાં પૂર્વે અપ્રકાશિત કૃતિઓને આ સંગ્રહમાં ઉમેરવાનો તથા વિડિઓ અને ઑડિઓ સામગ્રીને વિસ્તારવાનો સમાવેશ થાય છે.

હજી સંપૂર્ણ ન થયેલ પ્રોજેક્ટ તરીકે આ નવી વેબસાઈટ લોકો સમક્ષ બીટા ફોર્મમાં પ્રસ્તુત કરવામાં આવે છે, જેથી હજુ તેનાં દેખાવ અને સામગ્રી વિસ્તારવાનું અતિ વિપુલ પ્રમાણમાં જે કાર્ય કરવાનું છે તે કરી શકાય. કૃષ્ણમૂર્તિના જીવનકાળની લગભગ ૫૦% કૃતિઓ હજુ અપ્રકાશિત છે, અને છેવટે તે આ સાઈટની સામગ્રીમાં ઉમેરવામાં આવશે.