જે. કૃષ્ણમૂર્તિ – અધિકૃત યૂ ટ્યૂબ ચૅનલ

આ ચૅનલનું સંચાલન કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન ટ્રસ્ટ યુ.કે. તથા કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન ઑફ અમેરિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

કૃષ્ણમૂર્તિએ સંસ્થાનોના નિયતકાર્યનું વર્ણન એમ કહીને કર્યું હતું કે, "સંસ્થાનો એ બાબતનું ધ્યાન રાખશે કે બોધને સંપૂર્ણ રૂપમાં રાખવામાં આવે, તેને જરા પણ વિકૃત કે ભ્રષ્ટ કરવામાં ન આવે. તેઓ પોતાની પ્રવૃત્તિઓમાં કોઈ પણ સાંપ્રદાયિક ભાવના પેદા નહીં કરે... તથા બોધ કે વ્યક્તિની આસપાસ કોઈ પણ પ્રકારની પૂજાનું સ્થાન નહીં બનાવે."

કૃષ્ણમૂર્તિ સંસ્થાનો કૃષ્ણમૂર્તિની મૂળ કૃતિઓના વિશાળ આર્કાઇવ્ઝની સંભાળ રાખે છે અને ચારેય સંસ્થાનો સામગ્રીને વિભિન્ન રૂપોમાં પ્રકાશન કરવામાં સક્રિયપણે પ્રવૃત્ત છે. અમારી અનેક પ્રવૃત્તિઓ વિષે અધિક જાણકારી મેળવવા માટે કૃપા કરીને ચૅનલના પાના ઉપર આપેલી કડીઓ (લિંક્સ) જુઓ. વિડિઓઝ ૩૦થી પણ વધારે ભાષાઓમાં હજારો સબટાઈટલ્સ ધરાવે છે.