વિચારજાળ
૧૯૮૧ માં સ્વિટ્ઝર્લૅન્ડ તથા એમ્સ્ટરડેમમાં અપાયેલા આ પ્રવચનોમાં કૃષ્ણમૂર્તિ માનવ મનને પ્રોગ્રામ કરેલા કમ્પ્યુટર સાથે સરખાવે છે. પ્રત્યેક માનવી પોતાના એ ‘પ્રોગ્રામ’ મુજબ જ વિચારે છે . પ્રત્યેક વ્યક્તિ આ વિચારજાળના આધિપત્ય હેઠળ જકડાયેલી છે . આપણે જેને ‘વ્યક્તિત્વ’ ‘અહમ’ અથવા ‘હું’ કહીએ છીએ તે આ પ્રોગ્રામ કરેલ વિચારજાળ સિવાય બીજું કશું નથી. કૃષ્ણમૂર્તિ દર્શાવે છે કે સાચી સ્વતંત્રતા, જેની આપણને સહુને ઝંખના છે તે ખરેખર તો આ બન્ધિયારપણામાંથી મુક્ત થવાની છે.
મૂળ અંગ્રેજી શીર્ષક : The Network of Thought
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | અનુવાદક : ડૉ. હરીશ વ્યાસ | પૃષ્ઠો : ૧૬૭
અન્ય ભાષામાંની આવૃત્તિ: મલયાલમ


