ગરુડનું ઉડ્ડયન

પ્રશ્નકર્તા  : અમારે  આ  ધરતી  પર  શું  કરવું  જોઈએ  એવું  તમે  શું  ઈચ્છો છો ?

કૃષ્ણમૂર્તિ : આ  તો  બહુ  જ  સરળ  છે. પહેલી  વાત, હું  કશું  જ  ઈચ્છતો  નથી . બીજી  વાત , જીવો  આ  જગતમાં  જિવો .. આ  દુનિયા  એટલી  અદભુત  અને  સુંદર  છે ! આ  આપણી  દુનિયા  છે,  જેના  પર આપણે રહેવાનું છે, આપણે રહીએ છીએ,  પણ આપણે  સંકુચિત છીએ , આપણે  અળગા  છીએ , આપણે  ચિંતાતુર  છીએ , આપણે  ભયભીત  માનવીઓ  છીએ  અને  એટલે  જ  આપણે  જીવતા  નથી . આપણે  કોઈ સંબંધો નથી. આપણે  એકલા  પડી  ગયેલા , હતાશ  માનવીઓ  છીએ . આપણે  એ  જાણતા  જ  નથી  કે અપાર  આનંદમય  જીવન  કઈ રીતે  જીવવું . હું  કહું  છું  કે  કોઈ  માનવી  એ  રીતે  ત્યારે  જ  જીવી  શકે , જયારે  તે  જીવનની   બધી મૂર્ખામીમાંથી  મુક્ત  થવાની કળા  શીખી  જાય  અને  મુક્ત  થવાનું  ત્યારે  જ  શક્ય  છે  જયારે  તે  પોતાના સંબંધો, કેવળ  માનવીઓ  સાથેના  જ  નહીં , બલ્કિ  વિચારો , પ્રકૃતિ  અને તમામ  સાથેના  સંબંધોથી  સજાગ  રહે ..

પ્રસ્તુત  પુસ્તકમાં  ૧૯૬૯  માં  કૃષ્ણમૂર્તિએ  લંડન , એમ્સ્ટરડેમ , પેરિસ અને  રોનીન  સ્વિટ્ઝર્લૅન્ડમાં  આપેલા  પ્રવચનો  અને  વાર્તાલાપોનું ચયન કરી  સંકલિત  કરવામાં  આવ્યા  છે . માનવજીવનના  સંકુલ પ્રશ્નોને સરળતાથી  સ્પર્શતા  આ વાર્તાલાપો અભિવ્યક્તિની  સ્પષ્ટતાને  કારણે  નોંધપાત્ર  બન્યા  છે.

મૂળ અંગ્રેજી શીર્ષક : The Flight of the Eagle
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય |  અનુવાદક : હર્ષદ મ. દવે |  પૃષ્ઠો : ૨૭૬
અન્ય ભાષામાંની આવૃત્તિ:  હિંદી, ઓરિયા

Also available in