ગરુડનું ઉડ્ડયન
પ્રશ્નકર્તા : અમારે આ ધરતી પર શું કરવું જોઈએ એવું તમે શું ઈચ્છો છો ?
કૃષ્ણમૂર્તિ : આ તો બહુ જ સરળ છે. પહેલી વાત, હું કશું જ ઈચ્છતો નથી . બીજી વાત , જીવો આ જગતમાં જિવો .. આ દુનિયા એટલી અદભુત અને સુંદર છે ! આ આપણી દુનિયા છે, જેના પર આપણે રહેવાનું છે, આપણે રહીએ છીએ, પણ આપણે સંકુચિત છીએ , આપણે અળગા છીએ , આપણે ચિંતાતુર છીએ , આપણે ભયભીત માનવીઓ છીએ અને એટલે જ આપણે જીવતા નથી . આપણે કોઈ સંબંધો નથી. આપણે એકલા પડી ગયેલા , હતાશ માનવીઓ છીએ . આપણે એ જાણતા જ નથી કે અપાર આનંદમય જીવન કઈ રીતે જીવવું . હું કહું છું કે કોઈ માનવી એ રીતે ત્યારે જ જીવી શકે , જયારે તે જીવનની બધી મૂર્ખામીમાંથી મુક્ત થવાની કળા શીખી જાય અને મુક્ત થવાનું ત્યારે જ શક્ય છે જયારે તે પોતાના સંબંધો, કેવળ માનવીઓ સાથેના જ નહીં , બલ્કિ વિચારો , પ્રકૃતિ અને તમામ સાથેના સંબંધોથી સજાગ રહે ..
પ્રસ્તુત પુસ્તકમાં ૧૯૬૯ માં કૃષ્ણમૂર્તિએ લંડન , એમ્સ્ટરડેમ , પેરિસ અને રોનીન સ્વિટ્ઝર્લૅન્ડમાં આપેલા પ્રવચનો અને વાર્તાલાપોનું ચયન કરી સંકલિત કરવામાં આવ્યા છે . માનવજીવનના સંકુલ પ્રશ્નોને સરળતાથી સ્પર્શતા આ વાર્તાલાપો અભિવ્યક્તિની સ્પષ્ટતાને કારણે નોંધપાત્ર બન્યા છે.
મૂળ અંગ્રેજી શીર્ષક : The Flight of the Eagle
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | અનુવાદક : હર્ષદ મ. દવે | પૃષ્ઠો : ૨૭૬
અન્ય ભાષામાંની આવૃત્તિ: હિંદી, ઓરિયા


