પ્રથમ તેમ જ અંતિમ મુક્તિ
₹400.00
‘The First & Last Freedom (પ્રથમ તેમ જ અંતિમ મુક્તિ) ‘ સૌ પહેલાં ૧૯૫૪માં એક બ્રિટિશ પ્રકાશક દ્વારા સમસ્ત વિશ્વમાં કૃષ્ણમૂર્તિના બોધ વિષેના એક સમાવેશક પુસ્તકમાટેની માગણીઓના પ્રતિભાવ તરીકે બહાર પાડવામાં આવ્યું હતું.આલ્ડસ હક્સલીએ લખેલી કુશળપ્રસ્તાવનાથી આ પુસ્તકનું મૂલ્ય વધી ગયું હતું, જેમાં તેમણે કહ્યું છે: ‘કૃષ્ણમૂર્તિનાં લખાણો અને રેકૉર્ડ કરાયેલાં પ્રવચનોમાંથી પસંદ કરાયેલા આ ગ્રંથમાં વાચકને પાયાની માનવીય સમસ્યાનું સ્પષ્ટ, સાંપ્રત કથન મળશે, અને સાથે તેને તે એકમાત્ર રીતે ઉકેલ લાવવાનું આમંત્રણ મળશે જેનાથી તેનો ઉકેલ શક્ય છે – પોતાને માટે અને પોતાના દ્વારા.’
આ પુસ્તકમાં બે ભાગ છે – કૃષ્ણમૂર્તિનું જીવન વિષેનું ચિંતન, અને તેઓને શ્રોતાઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો. આમાં વિવિધ પ્રકારના વિષયોનો સમાવેશ થયેલો છે – કંટાળો અને કુથલીથી લઈને આત્મજ્ઞાન અને ઈશ્વર સુધી, અને આમ આ પુસ્તક કૃષ્ણમૂર્તિના બોધથી પરિચિત થવા ઇચ્છતા લોકો માટે એક સારી શરૂઆત પૂરી પાડે છે.
મૂળ અંગ્રેજી શીર્ષક- The First & Last Freedom
અનુવાદક : હિરાલાલ બક્ષી | પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય | પૃષ્ઠો : ૨૬૮
અન્ય ભાષામાંની આવૃત્તિ : હિંદી, કન્નડ, મરાઠી, ઓરિયા,પંજાબી, તામિળ, તેલુગૂ


