જીવનનું ચિંતન- કૃષ્ણમૂર્તિ સાથે રોજરોજ
Original price was: ₹600.00.₹540.00Current price is: ₹540.00.
માનવજાતની વાર્તા તમારી અંદર છે — અપાર અનુભવો, ઊંડા મૂળવાળા ભયો, વ્યગ્રતાઓ, દુ:ખ, ખુશી અને તમામ માન્યતાઓ જેને માનવે લાખો વર્ષો પર્યંત સંચિત કર્યાં છે. તે પુસ્તક તમે છો. ‘સત્ય જીવનમાંથી જ મળે છે, નહીં કે એનાથી દૂર’ એ કૃષ્ણમૂર્તિની સમજણથી પ્રેરાઈને એમનાં પ્રવચનો અને લેખોમાંથી ૩૬૫ સુવિચારો ચૂંટીને આ જીવનનું ચિંતન પુસ્તકમાં સમાવાયા છે — વર્ષના દરેક દિવસ માટે એક. આ કાલાતીત દૈનિક ધ્યાન છે, જેને સાત દિવસો દરમિયાનની વિવિધ વિષયવસ્તુઓ અનુસાર ગોઠવવામાં આવ્યું છે, અને જે આપણા દૈનિક જીવનની સમસ્યાઓ ઉપર તથા સમસ્યાઓનો ઉકેલ લાવવાની અથવા તો સુખ અને પ્રબુદ્ધતાની સ્થિતિ માટે આપણી જાતની બહાર જોવાની પ્રક્રિયામાં આપણે જે ભ્રાંતિઓમાં પરોવાઈ જઈએ છીએ તેની ઉપર તેજસ્વી પ્રકાશ પાથરે છે.
મૂળ અંગ્રેજી શીર્ષક- The Book of Life- Daily Meditations with Krishnamurti
અનુવાદક : હર્ષદ મ. દવે | પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર| પૃષ્ઠો : ૩૯૫


