જ્ઞાત વિસર્જન

20.00

માનવીમાં રહેલી હિંસાના પરિણામે દરરોજ આપણે દુનિયામાં ભયંકર બનાવો બનતા જોઇએ છીએ અથવા વાંચીએ છીએ. તમે કહેશોઃ “”હું એ વિષે કાંઇ કરી શકું તેમ નથી.’’ અથવા “”દુનિયા પર હું શી રીતે પ્રભાવ પાડી શકું?’’ હું ધારું છું કે જો તમે તમારી અંદર હિંસક ન હો તો, જો દરરોજ તમે શાંત જીવન ગાળતા હો તો. એટલે કે જે જીવન સ્પર્ધાત્મક, મહત્વાકાંક્ષી કે ઇર્ષ્યાળુ નથી. જે જીવન શત્રુતા સર્જતું નથી એવું જીવન ગાળતા હો તો દુનિયા પર તમે જબરો પ્રભાવ પાડી શકો. નાની ચિનગારી ભડકો થઇ શકે છે. આપણે આપણી સ્વલક્ષી પ્રવૃત્તિથી આપણા બદ્ધ મતો. આપણા ધિક્કારો, આપણા રાષ્ટ્રવાદથી દુનિયાને તેની વર્તમાન અંધાધૂધીની સ્થિતિમાં લાવી મૂકી છે અને જ્યારે આપણે એમ કહીએ છીએ કે આપણે તેમાં કાંઇ કરી શકીએ તેમ નથી ત્યારે આપણેઆપણી અંદરની વ્યવસ્થાનો અનિવાર્યપણે સ્વીકાર કરી રહ્યા છીએ. આપણે દુનિયાને ટૂકડાઓમાં વહેંચી નાખી છે અને જ્યારે આપણે પોતે ખંડિત થઇ ગયા છીએ. છિન્નભિન્ન થઇ ગયા છીએ ત્યારે દુનિયા સાથેનો આપણો સંબંધ પણ ખંડિત જ હશે. પરંતુ જ્યારે આપણે કર્મ કરીએ, સંપૂર્ણ કર્મ કરીએ ત્યારે દુનિયા સાથેનો આપણો સંબધ જબરદસ્ત ક્રાંતિ લાવશે.

મૂળ અંગ્રેજી શીર્ષક : Freedom From the Known
અનુવાદક:  શિવલાલ મોદી |  પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | પૃષ્ઠો : ૧૧૨
અન્ય ભાષામાંની આવૃત્તિ: બંગાલી, હિંદી, કન્નડ, ઓરિયા, મલયાલમ, મરાઠી, પંજાબી, તામિળ, તેલુગૂ
અન્ય માધ્યમમાંની આવૃત્તિ: દૃષ્ટિવિકલાંગો માટે: નૅબ ધ્વનિમુદ્રિત પુસ્તકો: અંગ્રેજી, મરાઠી, હિંદી, ગુજરાથી | બ્રેલ: મરાઠી, હિંદી, ગુજરાથી | મોટા અક્ષરોવાળી આવૃતિ: મરાઠી