જે. કૃષ્ણમૂર્તિ: જીવનચરિત્ર
₹650.00
આપણા સમયના મહાન આધ્યાત્મિક દ્રષ્ટાનું જીવનચરિત્ર
૧૯૦૯માં, જયારે કૃષ્ણમૂર્તિ માત્ર ચૌદ વર્ષના હતા ત્યારે તેમનામાં વિશ્વના જગતગુરુ કરુણાસભર બોધિસત્વ મૈત્રેયનું અવતરણ થવાનું છે તેવી ઘોષણા કરવામાં આવી હતી. આ ઘોષણા એની બેસન્ટ દ્વારા કરવામાં આવી હતી . તેઓ તે વખતે થિયોસોફીકલ સોસાયટીના પ્રમુખ હતા . થિયોસોફીકલ સોસાયટી બૌદ્ધ અને હિન્દુ શિક્ષણનો સમન્વય કરી તેને ગૂઢ પાશ્ચાત્ય તત્વજ્ઞાન સાથે સાંકળતું અભિયાન છે . એની બેસન્ટે કૃષ્ણમૂર્તિને તેની પૂર્વઘોષિત જગતગુરુની ભૂમિકા માટે તાલીમ આપી . પરંતુ વીસ વર્ષ પછી તેમને તેઓ જે સંસ્થાના વડા હતા તેને વિખેરી નાખી અને ત્યારબાદ તેમણે સાવ એકલા જ પોતાની અનંત યાત્રા પ્રારંભ કરી … કૃષ્ણમૂર્તિના સમકાલીન અને તેમના અત્યંન્ત નિકટના સાથી પુપલ જયકર આ અસાધારણ વ્યક્તિના મનોવેધક જીવન અને વિચારો પર અંતરંગ આલેખન પ્રસ્તુત કરે છે
મૂળ અંગ્રેજી શીર્ષક : J.Krishnamurti : A Biography by Pupul Jayakar
અનુવાદક: હર્ષદ દવે | પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | પૃષ્ઠો : ૬૨૫


