પ્રજ્ઞાચક્ષુઓ કે દૃષ્ટિવિકલાંગોમાટેનાં પ્રકાશનો એન.એ.બી., મુંબઈના(NAB - National Association for the Blind) સહયોગ દ્વારા બહાર પાડવામાં આવે છે. કે.એફ.આઇ.નાં કેટલાંક પ્રકાશનો બ્રેઇલ આવૃતિઓ અને ધ્વનિમુદ્રિત પુસ્તકો સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યાં છે અને એન.એ.બી.ના નેટવર્ક દ્વારા ભારતભરમાં સંબંધિત સંસ્થાઓમાં તે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ફોર્મેટ્સમાં વધારે પુસ્તકો પ્રકાશિત કરવામાં આવશે.
આ બ્રેઇલ પુસ્તકો અમને આ સરનામે ઇમેઇલ મોકલવાથી ખરીદી શકાય છે:kfimumbai@gmail.com.બ્રેઇલ છાપખાનાના સમયપત્રક મુજબ આમાં ક્યારેક થોડો સમય લાગે એમ બની શકે. દરેક પુસ્તકની કિંમત કુલ પાનાં પ્રમાણે રુ. ૭પ થી લઈને રુ. ર૦૦ સુધીની છે. આ પુસ્તકો દળદાર છે, અને તે મોકલવાનું ભાડું અલગથી ચૂકવવાનું રહેશે, જેની સ્પષ્ટ જાણ દરેક ઓર્ડરની સાથે કરવામાં આવશે.
એન.એ.બી.નાં ધ્વનિમુદ્રિત પુસ્તકો માત્ર પ્રજ્ઞાચક્ષુઓકે દૃષ્ટિવિકલાંગો માટે જ ઉપલબ્ધ છે, તથા તે એન.એ.બી.નો અથવા અમારો સંપર્ક કરવાથી મેળવી શકાશે.