વિચારજાળ
સાનેન, સ્વિટ્ઝર્લેન્ડ અને આમ્સટરડામ ખાતે ૧૯૮૧માં યોજાયેલા આ વાર્તાલાપોમાં કૃષ્ણમૂર્તિ માનવ-મનને ‘પ્રોગ્રામ કરાયેલા’ કમ્પ્યૂટર સાથે સરખાવે છે. દરેક વ્યક્તિ પોતાના ખાસ પ્રોગ્રામ મુજબ વિચારે છે, જેનું તેની ઉપર વર્ચસ્વ હોય છે; દરેક વ્યક્તિ પોતાની ખાસ ‘વિચારજાળ’માં બદ્ધ છે. આપણે જેને વ્યક્તિત્વ, અહં કે ‘હું’ તરીકે લઈએ છીએ, એ પ્રોગ્રામ કરાયેલી વિચારોની જાળથી વિશેષ કશું જ નથી. કૃષ્ણમૂર્તિ દર્શાવે છે કે વ્યક્તિને જે યથાર્થ મુક્તિ જોઈએ છે તે છે આ અનુબંધનમાંથી મુક્તિ. આ માટે જરૂરી છે પોતાના વિચારવાના સ્વરૂપનું સ્પષ્ટ અવલોકન; આનો અર્થ છે વિચાર વિનાનું અવલોકન – જે વિરોધાભાસ લાગે, પણ એનું નિરાકરણ એ હકીકતમાં રહેલું છે કે જ્યારે માત્ર સ્પષ્ટ અવલોકન હોય, ત્યારે ત્યાં અવલોકન કરવાનો કોઈ વિચાર નથી હોતો.
મૂળ અંગ્રેજી શીર્ષક : The Network of Thought
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | અનુવાદક : ડૉ. હરીશ વ્યાસ | પૃષ્ઠો : ૧૬૭
અન્ય ભાષામાંની આવૃત્તિ: મલયાલમ


