ધર્મશીલ મન એટલે શું તે સમજવું
ધર્મશીલ મન જ એવું મન છે કે જે આપણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકશે, વૈજ્ઞાનિક મન ક્યારે પણ નહીં.ધર્મશીલ મન એટલે શું એ તાર્કિક રીતે નહિં પણ ખરેખર સમજવા માટે, આપણે ફક્ત દરેકે દરેક પ્રતીકોની ઊંડી તપાસ અને તે માટેના સવાલો જ ન પૂછવા જોઈએ, પણ, તે દરેકના પડતા પ્રભાવ વિશેના સવાલોમાં પણ ઊંડા ઊતરવું પડશે. આપણે કેટલી સહેલાઈથી દોરવાઈ જઈએ છીએ, કેટલી સહેલાઈથી, એવા વિચાર કે જે ખરેખર તો પ્રચાર છે, તેના ગુલામ બની જઈએ છીએ. કેટલી સહેલાઈથી, આપણી લાગણીઓ કદાચ એક નવી જ છટકબારીમાં ગૂંચવાઈ જાય છે! આપણે ન ફક્ત પ્રતીકોના, સમાજના કે સંસ્કૃતિના, કુટુંબના, નામના, વ્યવસાયના, કાગળોના, પુસ્તકોના, નામાંકિત લોકો કે જે હોશિંયાર હોવા જોઈએ અથવા જે નેતા હોવા જોઈએ, આ બધાંનાં પ્રભાવની સામે કેટલા પામર બની જઈએ છીએ. કેટલી સહેલાઈથી અથવા કેટલી વિનાશક રીતે આપણે ‘આ રીતે વિચારવું’ કે ‘તે રીતે વિચારવું’, અમુક રીતે વર્તવું કે કોઈ ખાસ વ્યવસ્થા કે આદતને અપનાવવું વગેરેના પ્રભાવમાં આવીએ છીએ. દરેક પ્રભાવને પારખી શકવું, દરેક પ્રભાવનું ભાન હોવું અને તે છતાં તેમાં ગૂંચવાઈ ન જવું, તમે વાંચી રહ્યાં હો તે પુસ્તકના પ્રભાવનું ભાન હોવું, કુટુંબના દબાણ અને તેની તાણનું ભાન હોવું, તમે જે સંસ્કૃતિમાં ઉછર્યા છો તેનું ભાન હોવું – એ જ બુદ્ધિમત્તા છે.
મદ્રાસજાહેર સંવાદ૮, ૧૯૬૧
આ જે ધર્મશીલ મન છે, તે ખરેખર તો ક્રાંતિકારી મન હોય છે
આ ક્રાંતિ એ કશાકની પ્રતિક્રિયા રૂપે, જેમ કે મૂડીવાદની પ્રતિક્રિયામાંથી સામ્યવાદ આવે કે જેને ખરેખર ક્રાંતિ ન જ કહેવાય,આવી ન હોય. કોઈપણ પ્રતિક્રિયા ક્યારેપણ ક્રાંતિન હોઈ શકે, અને એટલે જ પ્રતિક્રિયા કોઈ દિવસ પરિવર્તન ન લાવી શકે. એ તો ફક્ત એક ધર્મશીલ મન, એક એવું મન કે જે પોતાના અંતકરણને તપાસે છે, એવું મન કે જે પોતાના અંતકરણ વિશે જાણવાની શરૂઆત એટલે કે જે મનની હિલચાલ વિશે, મનની પ્રવૃત્તિ વિશે સભાન છે, આવું જે મન છે એ જ ખરેખરું ક્રાંતિકારી મન છે. અને ક્રાંતિકારી મન એટલે કે પરિવર્તનશીલ મન એટલે જ ધર્મશીલ મન.
તો, હવે તમે આપણી સમસ્યાને જોઈ શકશો (સમજી શકશો): જો તમે ખરેખર જાગૃત હોતો, સાવ નૂતન બાબતને સમગ્રતાથી,સંપૂર્ણતાથીપ્રતિસાદ આપવો એ વર્તમાન સમયનો અને પ્રતિક્ષણનો પડકાર છે. સંપૂર્ણતાથી પ્રતિસાદ આપવો એટલે સમગ્રતાથી, સમગ્રમનથી, સમગ્ર બુદ્ધિથી, સમગ્ર હૃદયથી, સમગ્ર શરીરથી, બધેબધાંથી, તમારાં સમગ્ર અસ્તિત્વથી; ફક્ત બૌધિક રીતે, કે લાગણી કે ભાવનાશીલ થઈને પ્રતિસાદ આપવો એ નહીં. મને વિચાર થાય છે કે તમે ક્યારેય કોઈ પણ વસ્તુને આ રીતે, સંપૂર્ણતાથી, પ્રતિસાદ આપો છો? તમે જૂઓ કે જ્યારે તમે આ રીતે,સંપૂર્ણતાથી પ્રતિસાદ આપો છો ત્યારે સ્વાર્થી પ્રવૃત્તિઓનો સદંતર અભાવ હોય છે. જ્યારે તમે કશાકને સમગ્રતાથી પ્રત્યુત્તર આપો છો ત્યારે, એ ક્ષણે, વ્યક્તિ, પોતાની દરેક પ્રવૃત્તિઓ સહિત, દરેક ભય સહિત, મહત્ત્વકાંક્ષાઓ સહિત, અદેખાઈ સહિત, ક્રુરતા સહિત, જતી રહે છે. અને એટલે જ તમે સંપૂર્ણતાથી પ્રતિસાદ આપી શકો છો, અને એ ત્યાં જ શક્ય છે જ્યાં સંવેદનશીલતા એટલે કે જીવંતતા હોય.
મદ્રાસ જાહેર સંવાદ ૮, ૧૯૬૧
ધર્મશીલ મન વાળી વ્યક્તિ ક્યારેય વિકાસ કે ઉત્ક્રાંતિના સંદર્ભમાં વિચારતી નથી
એટલે કે, એક ધર્મશીલ મન વાળી વ્યક્તિ કોઈનો સત્તાધિકાર સ્વીકારતી નથી અને એટલે એ અનુકરણ પણ કરતી નથી. તમને દેખાશે કે ધર્મશીલ મન એ કાળની વિભાવનામાં અટવાતું પણ નથી. તે ઉત્ક્રાંતિ, વિકાસ, ક્રમશ:પણાનું વિચાર કરતું નથી. મન પ્રાણીઓમાંથી આવેલું છે, કારણકે મગજનો કેટલોક ભાગ પ્રાણીમાંથી ઉત્ક્રાંતિ પામેલો, વિકાસ પામેલો, પ્રાણીઓમાંથી પ્રેરિત છે, તે અનુભવોનો સંગ્રહે એટલે જ ધર્મશીલ મન કદી પણ વિકાસ કે ઉત્ક્રાંતિની વિભાવનામાં વિચાર કરતું નથી. એ હમેંશ ‘કાળ’ની બહાર જ નીકળી જતું હોય, ‘કાળ’થી નિરપેક્ષ રહીને, ‘કાળ’ની બહાર રહીને જ વિચાર કરતું હોય. તમારા માટે સાવ નવું અને અનપેક્ષિત હશે, પણ મને લાગે છે કે તમે આ સમજી શકશો, કારણકે પરિવર્તન એટલે મને આ જ અભિપ્રેત છે.
બદલનારું મન એ હમેંશ જ્ઞાતથી અજ્ઞાત તરફ ગતિ કરે છે, પણ એક ધર્મશીલ મન હમેંશ પોતાને જ્ઞાતથી મુક્ત કરતું રહે છે, જેથી તે અજ્ઞાતનો અનુભવ લઈ શકે. ‘અજ્ઞાત’ કાળાતીત છે, ‘જ્ઞાત’ એ કાળ-સાપેક્ષ છે. એટલે જ તમે જો એમાં બહું ઊંડા ઊતર્યાં હશો તો તમે જોશો કે ધર્મશીલ મન એ સમયનું ગુલામ નથી. જો તેને જાણ થાય કે તે મહત્વકાંક્ષી છે, કે અદેખું છે, કે ભયભીત છે, તો તે આદર્શ સ્થિતિ વિશે વિચારીને મુલતવી રાખવાનું નહિં વિચારે. તે તરત, તે જ ક્ષણે તેનો અંત લાવશે, અને તેનો અંત એ જ શરૂઆત હશે અસાધારણ, સુક્ષ્મ, સંવેદનશીલ શિસ્તની, કે જે અનિયંત્રિત છે, મુક્ત છે.
મદ્રાસ જાહેર સંવાદ ૮, ૧૯૬૧