માપ વિનાનું મન
Original price was: ₹300.00.₹270.00Current price is: ₹270.00.
ખૂબ જ પ્રાચીન સમયથી માનવજાતને એવું શીખવવામાં આવ્યું છે કે જીવન સાથે વ્યવહાર કરવા માટે વિચાર એ જ સૌથી શક્તિશાળી અને કદાચ એકમાત્ર સાધન છે. ખૂબ પ્રેમપૂર્વક જકડી રાખેલી આ ધારણાને કૃષ્ણમૂર્તિએ એ ઘોષણા કરીને તોડી પાડી કે વિચારનું સાધન વ્યક્તિઓમાં અને સમગ્ર વિશ્વમાં પાયમાલી પેદા કરે છે. એ વાતમાં કોઈ શંકા નથી કે વિચારે માણસને કાર્યાત્મક ક્ષેત્રોમાં પ્રગતિ કરવામાં મદદ કરી છે, અને ત્યાં તેનું યોગ્ય સ્થાન છે. પરંતુ મનોવૈજ્ઞાનિક ક્ષેત્રમાં, તે જે ઉકેલો આપે છે તે વધુ ને વધુ સમસ્યાઓ જ ઊભી કરે છે. આ પુસ્તકમાં આ વિષયવસ્તુની ખિલવટ કરતાં કૃષ્ણમૂર્તિ બતાવે છે કે માનવીની વ્યક્તિગત અને સામૂહિક ક્રિયાઓની પાયારૂપ ભાવનાઓ જેવી કે હિંસા, મન દુભાવું, સંઘર્ષ, અસલામતી, ખુશી, ભય અને દુઃખ વગેરેની સમજ માટે વિચારનું સાધન અપૂરતું છે. તેઓ જુદાજુદા સંદર્ભો દ્વારા સમજાવે છે કે વિચાર પોતે જ કેવી રીતે આ સમસ્યાઓનું સર્જન કરે છે તથા તેને પુષ્ટિ આપે છે. તો પછી શું ‘વિચારથી તદ્દન અલગ કોઈ નવીન સાધન’ છે ખરું? કૃષ્ણજી આપણને આ પ્રશ્ન તેમણે ૧૯૮૨ ઓક્ટોબરથી ૧૯૮૩ જાન્યુઆરી દરમિયાન ભારતનાં ચાર મહાનગર દિલ્હી, કલકત્તા, મદ્રાસ, અને મુંબઈમાં આપેલા વાર્તાલાપોની હારમાળામાં પૂછી રહ્યા છે.
મૂળ અંગ્રેજી શીર્ષક : Mind without Measure
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | અનુવાદક : શિવલાલ મોદી | પૃષ્ઠો : 208
અન્ય ભાષામાંની આવૃત્તિ: તામિળ


