તમે જ વિશ્વ છો

આજે યુવાનોમાં વિચિત્ર અને ગંભીર અસ્વસ્થપણું જોવા મળે છે. આ અસંતોષ તરફ પ્રતિક્રિયા રૂપે આવતા જે કૃષ્ણમૂર્તિના શબ્દો ‘દરેક વ્યક્તિએ પોતે જ પોતાના ગુરુ અને શિષ્ય થવું’ એવું કહે છે. તેમના શબ્દોનો પોતે ખરેખર જેવા છીએ તેવા જ પોતાને જોઈ શકવા અને સમગ્ર અસ્તિત્વનું દર્શન કરવા માટે અરીસા રૂપે ઉપયોગ કરવા તેઓ કહે છે. આ પ્રકારનું દર્શન કરવા મન સંપૂર્ણપણે મુક્ત – કોઈપણ બંધનમાં જકડાયેલું ન હોવું જોઈએ.

પણ આ મુક્તીનો અર્થ ગેરશિસ્ત અને મનમાં આવે તે રીતે જીવવું એવો ન હોઈ શકે. કૃષ્ણમૂર્તિ જે  સ્વતંત્રતાની વાત કરે છે તેની માટે આપણી માનસિકતામાં સંપૂર્ણ ક્રાંતિ – બદલાવની જરૂર રહે છે. જો વ્યક્તિનું મન પોતાના ‘જ્ઞાન’થી પોતાને મુક્ત કરે, તો જ વ્યક્તિમાં સંપૂર્ણ પરિવર્તનની શક્યતા રહે છે.

મૂળ અંગ્રેજી શીર્ષક : You Are the World
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય |  અનુવાદક : હર્ષદ મ. દવે |  પૃષ્ઠો : ૨૯૭
અન્ય ભાષામાંની આવૃત્તિ: મરાઠી, ઓરિયા, તેલુગૂ

Also available in