વાલીઓ અને શિક્ષકો માટે
₹20.00
આ પુસ્તિકામાં કૃષ્ણમૂર્તિના Life Ahead (લાઈફ અ હેડ -ભાવી જીવન) પુસ્તકની પ્રસ્તાવના આપવામાં આવી છે, જેમાં તેઓ કહે છે… કદાય કેળવણીકાર સમક્ષ રહેલી સૌથી મોટી મુશ્કેલી છે વધુ વ્યાપક અને ગહન શિક્ષણ પ્રત્યેની વાલીઓની ઉદાસીનતા. મોટાભાગના વાલીઓ માત્ર ઉપલકિયા સ્તરની માહિતી મેળવવા પૂરતી જ નિસબત રાખે છે જે નાથી તેમનાં સંતાનો માટે ભ્રષ્ટ સમાજમાં પ્રતિષ્ઠાભર્યા હોદ્દાઓ સુનિશ્ર્ચત થાય. એટલે કેળવણીકારે માત્ર બાળકોને સાચી રીતનું શિક્ષણ જ નથી આપવાનું, પરંતુ તેણે એ પણ જોવાનું છે કે શાળામાં જે કાંઈ સારું કામ થયું હોય તેની ઉપર વાલીઓ પાણી ન ફેરવી દે. ખરેખર તો શાળા અને ઘર સાચા શિક્ષણનાં સંયુક્ત કેન્દ્રો હોવાં જોઈએ.
મૂળ અંગ્રેજી શીર્ષક : To Parents and Teachers
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | અનુવાદક : ગિજુભાઈ દવે| પૃષ્ઠો : 32


