જીવનની અખંડતા
ત્રણ ભાગમાં વિભાજીત પ્રસ્તુત ગ્રંથ કૃષ્ણમૂર્તિના સંદેશના અભિનવ પાસાને વર્ણવે છે . પ્રથમ વિભાગમાં માનવજાત હજારો વર્ષ સુધી શા માટે ગૂંચવણભરી દયનીય દશામાં જીવી તેના કારણોની શોધ છે . પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી ડેવિડ બોહમ અને મનોવિશ્લેષક ડેવિડ શેનબર્ગ સાથે ની ચર્ચાના તારણ રૂપે તેનું મુખ્ય કારણ એકજ વિચારધારામાં ટેવાઈ ગયેલા મનના ટુકડાઓ જ છે .
બીજા વિભાગમાં કૃષ્ણમૂર્તિના જાહેર પ્રવચનો છે . જેમાં તેઓ દર્શાવે છે કે આપણું મન નિરંતર એટલા બધા વિચારોથી ઘેરાયેલું છે કે તેને કશાય આવરણ વિનાની મૂળ સ્થિતિનો સ્વતંત્રતાનો અહેસાસ જ થતો નથી . ત્રીજો વિભાગએ પ્રશ્નના જવાબ સાથે સંકળાયેલી છે કે ‘કૃષ્ણમૂર્તિ ના શિક્ષણને કઈ રીતે સાચું સ્વીકારવું જયારે તેઓ ‘સત્યના મૌન ’ ની અથવા ‘ભ્રમણાઓના ઘોંઘાટ ’ ની વાત કરે છે ?’
મૂળ અંગ્રેજી શીર્ષક : The Wholeness of Life (Transformation of Man)
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | અનુવાદક : ડૉ. હરીશ વ્યાસ | પૃષ્ઠો : ૪૭૫