અવધાનની જ્યોત

એવું  શું  છે  જે  આપણને  પીડા  આપે  છે ? એ  એક  છબી  છે , છાપ  છે  જે  માણસે  પોતાના  માટે  ઘડી  છે . જો  કોઈ  વ્યક્તિ  આ  બધી  છાપમાંથી  મુક્ત  થઇ  શકે  તો  પછી  કોઈ  પીડા  નહીં , કોઈ  પ્રશંસા નહીં . એટલે  જ  આપણે  પૂછીએ  છીએકે  આ  છબી  જે  બાળપણથી  કંડારવામાં આવી  છે, વિચારો , સ્મરણો , પ્રત્યાઘાતો , પીડા  અને  દુઃખ  થકી , તેનો  અંત  આવી  શકે.

તમે  તમારી  જાતને  જ  સવાલ  પૂછો  કે  તમે  આ  છબી  કે  છાપમાંથી  પૂર્ણપણે  મુક્ત  થઇ  શકો  તેમ  છો ?

કૃષ્ણમૂર્તિના  ૧૯૮૧  અને  ૧૯૮૨ માં  અપાયેલા  નવ  પ્રવચનો  અહીં  ગ્રન્થસ્થ  કરવામાં  આવ્યા  છે.

મૂળ અંગ્રેજી શીર્ષક : The Flame of Attention
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય |  અનુવાદક : હર્ષદ મ. દવે

Also available in