તમે જ્યાં છો ત્યાં જ તે કૃપા છે
₹100.00
આ પુસ્તકની અંદર કૃષ્ણમૂર્તિએ ૧૯૮૫ની સાલમાં મુંબઈમાં આપેલા છેવટના ચાર ભાષણોનું સંકલન કરવામાં આવ્યું છે. એ ભાષણોમાં કૃષ્ણમૂર્તિએ આપણી માનસિકતાને ઘણી જ ચીવટાઈથી અસામાન્ય એવા દૃષ્ટિકોણથી આપણી સામે રજુ કરી છે. તે ઘણી જ લક્ષવેધક છે.
આ ભાષણોમાં કૃષ્ણમૂર્તિએ મર્મભેદક એવી આગવી વાણીમાં, આપણને વિનંતી કરી છે. તમે તમારા જીવનને ભય, ઘર્ષણ અને દુ:ખથી મુક્ત કરતા નથી, અને જીવનને વ્યર્થમાં વેડફી રહ્યા છો. અને કોઈ એવા વિશિષ્ટ જ્ઞાન કે વિષયથી તમારી જીતને બાંધી લઈ સંકુચિત એવી દુનિયામાં જીવન વ્યતિત કરી રહ્યા છો. આપણા જીવનની આ વાસ્તવિકતાનું દર્શન કરવા કૃષ્ણમૂર્તિ આપણને તેમની તીવ્ર એવી અનુકંપા સાથે હૃદયથી વિનંતી કરી રહ્યા છે. વાર્તાલાપનાં અંતિમ ભાગમાં તેમના અનન્ય એવાં અવલોકનોમાં આધ્યાત્મિકતાનો સૂર રેલાય છે.
જો તમે તમારા મન, હ્રદય અને બુદ્ધિને દાવ પર લગાવશો, તો તમને અનન્ય એવું જે કાળની પર છે. અને તેની કૃપા ત્યાં જ છે, જે મંદિરો, દેવળામાં, મસ્જિદોમાં નથી તે “તમે જ્યાં છો ત્યાં જ તે કૃપા છે”.
મૂળ અંગ્રેજી શીર્ષક : That Benediction Is Where You Are
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | અનુવાદક: હર્ષદ જે પંચાલ | પૃષ્ઠો : ૬૪
અન્ય ભાષામાંની આવૃત્તિ: મરાઠી, ઓરિયા


