માપ વિનાનું મન

ઘણા પ્રાચીન કાળથી માનવીને એમ શીખવવામાં આવ્યું છે કે વિચાર એ અતિ મહત્ત્વનું અને સબળ એવું એક માત્ર સાધન જીવન જીવવા માટે મનુષ્ય પાસે છે. કિંતુ કૃષ્ણજીએ મનુષ્યના અતિપ્રિય એવા ખ્યાલનો ભાંગીને ભુક્કો કરી નાખ્યો છે. તેમણે ઘણી દૃઢતાપૂર્વક કહ્યું છે કે આ વિચારે જ મનુષ્યના અંગત જીવન અને વિશ્વમાં ઘણી પાયમાલી સર્જી છે. મનુષ્યજીવનના વિકાસમાં વિચારે ઘણી મદદ કરી છે. એ વાતમાં કોઇ શક નથી. ભૌતિક વિકાસ અને ભોતિક કાર્યના ક્ષેત્રમાં વિચાર યોગ્ય અને આવશ્યક છે. પરંતુ માનસિક સ્તરે વિચાર જે એકેલો શોધી આપે છે તે સમસ્યમાં વધારો કરે છે. ને બીજી સમસ્યા ઊભી કરે છે. વિચારના વિષયને આ પુસ્તકમાં વિસ્તારપૂર્વક વિકસાવ્યો છે. કૃષ્ણજીએ આપણને એ વાતનું સ્પષ્ટપણે દર્શન કરાવ્યું છે કે મનુષ્યનું આ વિચારરૂપી સાધન મનુષ્યમાં રહેલી મુળભૂત, ભાવના, હિંસા, સલામતી, માન-અપમાન, ઘર્ષૈંણ સુખદુઃખ, ભય, નિરાશા, ઇર્ષા, આશા વગેરેના ઉકેલ માટે અપૂર્ણ અને અયોગ્ય સાધન છે. વિચાર સ્વયં સમસ્યા સર્જે છે અને તેને સાતત્ય આપે છે. તેથી વિચારથી પૂર્ણપણે જૂદું નવું એવું કોઇ સાધન છે? કૃષ્ણજી આપણને આ પ્રશ્ન તેમણૈ 1982 ઓકટોબર અને 1983 જાન્યુઆરી દરમિયાન ભારતનાં ચાર મહાનગર મદ્રાસ, કલકત્તા, દિલ્હી અને મુંબઇમાં આપેલા વાર્તાલાપની હારમાળામાં પૂછી રહ્યા છે અને વિચાર અને વિચારની ક્રિયાને ઘણી જ ગહનતાથી સ્પષ્ટપણે સમજાવવનો પ્રયત્ન કર્યો છે.

મૂળ અંગ્રેજી શીર્ષક : Mind without Measure
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય |  અનુવાદક : શિવલાલ મોદી |  પૃષ્ઠો : ૧૭૦
અન્ય ભાષામાંની આવૃત્તિ: તામિળ

Also available in