શ્રીલંકામાં પ્રવચનો ૧૯૮૦

માનવતાની સંપૂર્ણ વાતનો સમાવેશ તમારામાં જ હોય છે. માનવે યુગોયુગોથી ભેગો કરેલો અફાટ અનુભવ, ઊંડા ઊતરી ગયેલ બધાં જ ભય, બધી જ ચિંતા, દુ:ખ, સુખ, બધી જ સમજૂતી. તમે તે પુસ્તક છો અને તે પુસ્તકનું વાંચન કરવું તે એક કળા છે. શ્રીલંકામાં પોતાના વાર્તાલાપોમાં કૃષ્ણમૂર્તિએ આ વાત પર ખુબ જોર આપ્યું છે. કોઈપણ પ્રાચીન પવિત્ર ગ્રંથ કે આધુનિક તત્ત્વપ્રણાલીનો અભ્યાસ કરવાને બદલે માણસે પોતાના જીવન-પુસ્તકનું વાંચન કરવું, તેના વિવિધ પ્રકરણોનો અભ્યાસ કરવો એ વધારે મહત્ત્વનું છે, આ મૂળભૂત વિચારનો તેમણે પુનરુચ્ચાર કર્યો છે.

મૂળ અંગ્રેજી શીર્ષક : The Magnitude of the Mind (Srilanka Talk – 1980)
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય |  અનુવાદક : હર્ષદ મ. દવે |  પૃષ્ઠો : ૭૫
અન્ય ભાષામાંની આવૃત્તિ: બંગાલી, મરાઠી. તેલુગૂ

Also available in