વાસરિકા
આ વાસરિકા મેં મારી યાત્રાના સમયે લખી છે . પણ તે પ્રકાશિત કરવા નથી લખી . વ્યહવારું જગતથી દૂર નિતાન્ત શાંતિ અને સંઘર્ષથી દૂર રહેવાની મારી આંતરપ્રક્રિયા મેં વર્ણવી છે . આવું વારંવાર થતું રહે છે . પરંતુ કોઈપણ વ્યક્તિ જેને આવી અનુભૂતિ ન થઈ હોય તેની પાસે આ વર્ણવવું . અશક્ય છે પરંતુ મેં આ જાગૃતિની ઉદિપ્ત લાગણી અને તેની સાચી પીડા ને શબ્દબદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે . તે કોઈ રોમાંચક રીતે લખાયેલી નથી , પણ જો તમે કોઈ શિસ્તબદ્ધ , શાંત જીવન જીવો છો તો તમે એક પ્રકારની ઊર્જા છોડો છો . આ વૈજ્ઞાનિક સત્ય છે અને તે મનના સુષુપ્ત ભાગને સ્પર્શે છે એટલે તમે એક નવા જ પરિમાણમાં પ્રવેશ કરો છો , શારીરિક રચના તેનો સંપર્ક કરવા અસમર્થ હોય છે એટલે તમે પીડા અનુભવો છો . હું એમ કહેવા નથી માગતો કે પ્રત્યેક વ્યક્તિએ આ મેળવતાની કોશિશ કરવી જોઈએ . પણ જે લોકો મારા વિચાર અને કલ્પનાને અનુસરે છે તેમણે વૈયક્તિક સ્તરે આ જાણવાની કોશિશ કરવી જોઈએ.
મૂળ અંગ્રેજી શીર્ષક : Krishnamurti’s Notebook
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | અનુવાદક : શિવલાલ મોદી | પૃષ્ઠો : ૪૧૨
અન્ય ભાષામાંની આવૃત્તિ: મરાઠી, ઓરિયા


