શિક્ષણ સંવાદ
પ્રસ્તુત ગ્રન્થ એ જે. કૃષ્ણમૂર્તિએ આંધ્ર પ્રદેશની ઋષિવેલી શાળા તથા વારાણસીની રાજઘાટ બેસન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે કરેલા સંવાદનું પરિણામ છે. માનવ મનના રૂપાંતરણ માટે અને નવી સંસ્કૃતિ ઉદય માટે કૃષ્ણમૂર્તિ શિક્ષણને સર્વાધિક મહત્વ આપે છે .
ઉત્સાહવર્ધક વાર્તાલાપ અને ચર્ચામાં તેઓએ સંસ્કૃતિના મૂળભૂત તત્વો પર પ્રશ્નો કર્યા છે જેથી શિક્ષણની સારગર્ભ મહત્તા ઉભરી આવે.
કૃષ્ણમૂર્તિ માત્ર શિક્ષણના માળખા પર જ પ્રશ્ન નથી ઉઠાવતા પણ તેનું સ્વરૂપ , માનવીના મન અને જીવનની ગુણવતા પર પણ પ્રશ્નો કરે છે . કૃષ્ણમૂર્તિને મન આ ત્યારે જ સંભવી શકે જયારે ધાર્મિક તત્વ અને વૈજ્ઞાનિક અભિગમ જાગૃતિની એક સમાન સપાટી પર હોય. જયારે તેઓ શિક્ષણની સમૃદ્ધિને મહત્ત્વ આપી રહ્યા છે, ત્યારે તેઓ આંતર્જગત અને બાહ્ય જગતની સમાલોચક જાગૃતિને પણ ખુબ મહત્ત્વ આપી રહ્યા છે.
મૂળ અંગ્રેજી શીર્ષક : Krishnamurti On Education
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | અનુવાદક : શિવલાલ મોદી
અન્ય ભાષામાંની આવૃત્તિ: હિંદી, કન્નડ, મરાઠી, ઓરિયા,તામિળ, તેલુગૂ


