મુક્તિ, ઉત્તરદાયિત્વ અને શિસ્ત
₹25.00
આ પુસ્તિકામાં તરુણો મુક્તિ, ઉત્તરદાયિત્વ તથા શિસ્ત વિશેનો ઉપદેશ નથી ઉલ્ટાનું તેમાં તો ઋષિવેલી સ્કુલનાં બાળકોના સમૂહ સાથેનો કૃષ્ણમૂર્તિનો સંવાદ છે. તેમાં તેઓ જીવનની આ સમસ્યાઓની ઉંડી તપાસ કરે છે. તેઓ બહુ જ સંભાળપૂર્વક મુક્તિ, જબાબદારી અને શિસ્તનો અર્થ અને તેમના આંતરિક સહસંબંધ વિષે વિગતવાર સમજાવે છે. તેમ છતાં, તેમણો જે સમજાવ્યું તે ફક્ત સ્વીકારી લેવા માટેની વ્યાખ્યાઓ નથી પરંતુ તેની સામે સવાલ કરવા માટેનાં ક્થનો છે. મુક્તિ નથી, જબાબદારી કર્તવ્ય કે ફરજ નથી અને શિસ્તનો અર્થ કોઈ આજ્ઞાંકિતપણું નથી – પણ આ તો કૃષ્ણમૂર્તિની એવી અંતર્દષ્ટી છે કે જે વિદ્યાર્થીઓને, શિક્ષકોને અને માત–પિતાઓને પડકાર કરે છે.
મૂળ અંગ્રેજી શીર્ષક : Freedom, Responsibility & Discipline
અનુવાદક: યોગેશ દેસાઈ | પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
અન્ય ભાષામાંની આવૃત્તિ: હિંદી, કન્નડ, ઓરિયા


