હિંસાની પેલે પાર
‘હિંસા એ જળાશયમાં ફેંકેલા પથ્થર જેવી છે . જેના તરંગો ફેલાતા જ રહી ને તેના કેન્દ્ર માં ‘હું ’ હોય છે . જ્યાં સુધી આ ‘હું ’ કોઈપણ સ્વરૂપે જીવંત રહેશે હિંસા થવાની જ છે.’ ‘હિંસા’ વિશેની ચર્ચા અને વાર્તાલાપમાં કૃષ્ણમૂર્તિએ વૈયક્તિક અને સામૂહિક હિંસાની સમસ્યાની સાથે સાથે ધાર્મિક અને આધ્યાત્મિક મનના કેટલાક સન્દર્ભો સમજાવ્યા છે .
૧૯૭૦ માં સાન્ટા મોનિકા , સેન ડિઆગો , લંડન , બ્રોકવુડ પાર્ક (ઇંગ્લેન્ડ ) તથા રોમ માં અપાયેલા પ્રવચનો અને વાર્તાલાપ નો આ અધિકૃત અહેવાલ છે .
મૂળ અંગ્રેજી શીર્ષક : Beyond Violence
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | અનુવાદક : હર્ષદ મ. દવે | પૃષ્ઠો : ૨૮૮
અન્ય ભાષામાંની આવૃત્તિ: હિંદી, બંગાલી, કન્નડ, ઓરિયા, મલયાલમ, મરાઠી, તામિળ, તેલુગૂ


