આપણા સમયના મહાન આધ્યાત્મિક દ્રષ્ટાનું જીવનચરિત્ર
૧૯૦૯માં, જયારે કૃષ્ણમૂર્તિ માત્ર ચૌદ વર્ષના હતા ત્યારે તેમનામાં વિશ્વના જગતગુરુ કરુણાસભર બોધિસત્વ મૈત્રેયનું અવતરણ થવાનું છે તેવી ઘોષણા કરવામાં આવી હતી. આ ઘોષણા એની બેસન્ટ દ્વારા કરવામાં આવી હતી . તેઓ તે વખતે થિયોસોફીકલ સોસાયટીના પ્રમુખ હતા . થિયોસોફીકલ સોસાયટી બૌદ્ધ અને હિન્દુ શિક્ષણનો સમન્વય કરી તેને ગૂઢ પાશ્ચાત્ય તત્વજ્ઞાન સાથે સાંકળતું અભિયાન છે . એની બેસન્ટે કૃષ્ણમૂર્તિને તેની પૂર્વઘોષિત જગતગુરુની ભૂમિકા માટે તાલીમ આપી . પરંતુ વીસ વર્ષ પછી તેમને તેઓ જે સંસ્થાના વડા હતા તેને વિખેરી નાખી અને ત્યારબાદ તેમણેસાવ એકલા જ પોતાની અનંત યાત્રા પ્રારંભ કરી…
કૃષ્ણમૂર્તિના સમકાલીન અને તેમના અત્યંન્ત નિકટના સાથી પુપલ જયકર આ અસાધારણ વ્યક્તિના મનોવેધક જીવન અને વિચારો પર અંતરંગ આલેખન પ્રસ્તુત કરે છે…
‘જીવિત માણસોમાં કૃષ્ણમૂર્તિ સિવાય બીજું કોઈ નથી જેને મળવાને હું (કૃષ્ણમૂર્તિને મળવા કરતા ) અધિક સૌભાગ્યપૂર્ણ બાબત ગણું .’
– હેનરી મિલર
એ વ્યક્તિ અને તેમના બોધ પર અદ્વિતીય ગ્રન્થ
– રાલ્ફ બુલ્ટજેન્સ
મૂળ અંગ્રેજી શીર્ષક : J.Krishnamurti : A Biography (by Pupul Jayakar)
અનુવાદક: હર્શદ દવે | પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | પૃષ્ઠો : ૬૨૫ | કીંમત: રુ. ૬૫૦ /-



