પ્રજ્ઞાનાં પગરણ
એક રીતે આ દુનિયા ઠગારી છે . રાજકારણીઓ ભ્રષ્ટ છે , પૈસા ની પાછળ દોડનારા છે . જો તમે પૂર્ણપણે શિક્ષિત નહીં હોય તો તમે એમાં ગરક થઈ જશો . તો શિક્ષણ શું છે ? વર્તમાન વ્યવસ્થામાં ગોઠવાઈ જવામાં મદદ કરે તે કે પછી બધું વિખેરી નાખે તે ? કૃષ્ણમૂર્તિએ મોટા વિદ્યાર્થીઓને પૂછેલા આ અને આવા અનેક પ્રશ્નો પ્રસ્તુત પુસ્તકમાં સંચિત છે . મુખ્યત્વે આ વાર્તાલાપો ૧૯૭૦ માં તેમને ઇંગ્લેંડમાં સ્થાપેલી બ્રોકવુડ પાર્ક સ્કૂલમાં થયેલા છે . આ જીવંત અને આત્મીય સંવાદો વ્યવહારુ પણ છે . જે દૈનંદિન જીવનને પણ સ્પર્શે છે અને આધ્યાત્મિક બાબતોને પણ પુસ્તકના દ્વિતીય ભાગમાં શિક્ષકો અને માતાપિતા સાથેનો સંવાદ છે . સંદર્ભ કોઈ પણ હોય, કૃષ્ણમૂર્તિ જિજ્ઞાસા અને જાગૃતિ થકી શિક્ષણ પ્રાપ્તિ ને મહત્વ આપે છે .
મૂળ અંગ્રેજી શીર્ષક : Beginnings of Learning
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | અનુવાદક : બાલકૃષ્ણ વૈદ્ય | પૃષ્ઠો : ૩૪૩


