મુંબઈની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ૨૦ માર્ચ, ૨૦૧૫ ના રોજ કેળવણીકારો માટે કેળવણી વિષય પર એક પરિસંવાદનું આયોજન થયું હતું.
ઘણા લાંબા સમયથી શિક્ષકો માટે એક એવા કાર્યક્રમની જરૂર જણાતી હતી કે જે વર્તમાન યુગના ઝડપથી બદલાતા જતા, ખાસ કરીને મુંબઈ જેવા મહાનગરોના સમાજને અનુરૂપ હોય તથા જે નવા પડકારોને પહોંચી વળી શકે તેવો અભિગમ શોધી શકે. શિક્ષક તાલીમ કોલેજો તેનાથી શક્ય એટલું સારું કાર્ય કરી રહી છે, પરંતુ સિસ્ટમ દ્વારા તેમના ઉપર એટલી બધી જવાબદારીઓ લાદવામાં આવી છે કે ન પૂછો વાત. તેથી શહેરમાં એવી વૈકલ્પિક શાળાઓની જરૂરત ઊભી થઈ છે કે જે હાલની સ્કૂલોની મુખ્ય સિસ્ટમથી નારાજ એવા મધ્યમ વર્ગના લોકોની જરૂરિયાતોને પહોંચી વળી શકે.
તેના સંદર્ભમા કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશને ‘અધ્યયન’ની સાથે કેળવણીકારોને કેળવણી વિષયક એક પરિસંવાદનું આયોજન કરવાનું નક્કી કર્યું. તે એવી આશા સાથે શરૂ કરવામાં આવે છે કે તે નિયમિતપણે ચાલુ રહે તથા શિક્ષણ ક્ષેત્રે ઊભા થતા પડકારોને પહોંચી વળે. ‘અધ્યયન’ શિક્ષણના ક્ષેત્રમાં એક વિશેષતા ધરાવતી સંસ્થા છે જેનું સંચાલન કવિતા આનંદ દ્વારા થાય છે. આ એક દિવસના પરિસંવાદમાં (સેમિનારમાં) 50 જેટલા લોકોએ ભાગ લીધો હતો જેમાં મોટેભાગે શિક્ષણમાં રસ ધરાવતા મુંબઈની બી.એડ. કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓ હતાં. આ સત્રનું સંચાલન કરવા માટે કબીર જયતીર્થને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
શ્રી અભિજીત પડતેએ પરિસંવાદની ભૂમિકા અને તેના હેતુનો પરિચય આપ્યો અને તેમાં એ વાત ભારપૂર્વક કહેવામાં આવી કે આ પરિસંવાદનો હેતુ ઉપચારક કે આદેશાત્મક નથી પરંતુ ચિંતનાત્મક છે કે જેથી તેમાં ભાગ લેનારા લોકો કેવળ નિક્રિય શ્રોતા ન બની રહે.
શ્રી કબીરનો મુખ્ય અભિગમ શીખતાં મન તરફી હતો. અહીં એમ લાગતું હતું કે શીખતું મન એટલે તેઓ એમ કહેવા માગે છે કે મનની એવી અવસ્થા કે જે શીખવા માટે સક્ષમ હોય. કૃષ્ણમૂર્તિ અને તેમના શિક્ષણ સાથે અને દર્શન સાથે તેઓ લાંબા સમય સુધી જોડાએલા રહ્યા હોવાથી તેમણે શીખવું અને જેને આપણે કેળવણી કહીએ છીએ તે તદ્દન જુદી બાબત છે એ વિશે તેમણે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો. તેમણે મનની અખંડતાના મહત્ત્વ પર પોતાનું વક્તવ્ય કેંદ્રિત કર્ય઼ું. શિક્ષકનું મન અવિભાજિત (અખંડ) હોય એ બહુ મહત્ત્વનું છે. ત્યારબાદ તેમણે પોતે પ્રારંભ કરેલી સ્કૂલ વિશે પણ વાત કરી. છેવટે તેમની અને ઉપસ્થિત લોકો વચ્ચે વિચારોનું આદાન પ્રદાન થયું.
શ્રીમતિ કવિતા આનંદે ‘અધ્યયન’ના કાર્યક્ષેત્રનો ખ્યાલ આપ્યો. આ પરિસંવાદનાં આયોજનમાં ઘણા બધા લોકોએ સાથ-સહકાર આપ્યો. વિશેષમાં સેંટ ઝેવિયરના ફાધર લોન્સી પ્રભુએ આપણને આ કાર્યક્રમ માટે મળેલી બધી સુવિધાઓ સાથે પરિસંવાદ માટે હૉલની વ્યવસ્થા કરી આપી તે ઉલ્લેખનીય છે.
અમે આશા રાખીએ છીએ કે આ પહેલ એવા આશય સાથે કરી છે કે તેમાં આજથી અને હવે પછીથી કેળવણીની પ્રક્રિયાને લગતી વિવિધ સમસ્યાઓની ઊંડી અને મુક્ત તપાસ કરવામાં આવશે.





